એયર ઈંડિયાની મુશ્કેલી વધી, પાયલટોએ આપી હડતાલની ધમકી
રોકડની સમસ્યાનો સામનો કરી રહેલ એયર ઈંડિયાની મુશ્કેલી ઘટવાનુ નામ નથી લઈ રહી. સમાચાર મુજબ કંપનીની રીઝનલ પાયલટ યૂનિટે હડતાલ પર જવાની ધમકી આપી છે. યૂનિટે કહ્યુ કે જો પગારમાં મોડુ થહે તો તે મેનેજમેંટ સાથે સહયોગ બંધ કરી દેશે.
સ્ટાફના રોજીંદા જીવન પર ખરાબ અસર
સેંટ્રલ એક્ઝિક્યુટિ કમિટી ઑફ ઈંડિયન કમર્શિયલ પાયલટ્સ અસોસિએશન (આઈસીપીએ)ને લખેલ પત્રમાં રીઝનલ એક્ઝિક્યુટિવ (આરઈસી) એ કહ્યુ કે જ્યા સુધી સમય પર પગાર મળવો શરૂ નથી થતો ત્યા સુધી તેમની તરફથી અસહયોગ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એયરલાઈને કંપનીના 11 હજાર એમ્પોયઝની સેલેરી આપવામાં સતત ત્રીજા મહિને મોડુ કર્યુ છે. પત્રમાં લખ્યુ છે કે દિલ્હીમાં આરઈસીની 6 જૂનને મીટિંગ થઈ હતી. સેલેરીમાં મોડુ થવાથી સ્ટાફની રોજબરોજની જીંદગી પર ખરાબ અસર પડી રહી છે. જે લોકોએ લોન લઈ રાખી છે તેમને નાણાકીય સંસ્થા હપ્તા માટે પરેશાન કરી રહી છે.
પગાર માટે 15 જૂન સુધી રાહ જોવી પડશે
એયર ઈંડિયાના કર્મચારીઓએ મે મહીનાના પગાર માટે 15 જૂન સુધી રાહ જોવી પડશે. એયર ઈંડિયાએ સત્તાવાર રીતે સૂચના આપીને કહ્યુ કે મે મહિનાનો પગાર આપવામાં મોડુ થયુ છે અને ચુકવણી 15 જૂન સુધી માટે કરવાની શક્યતા છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે એયરલાઈને પગાર ચુકવવામાં મોડુ કર્યુ છે. આ અગાઉ માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર પણ સમય પર આપવામાં આવ્યો નહોતો. એયર ઈંડિયાના કર્મચારીઓને સામાન્ય રીતે દર મહિનાની 30 અને 31 તારીખે પગાર મળી જાય છે.