ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (19:05 IST)

Amul મઘ લોંચ કરશે કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર, ખેડૂતોની આવક થશે ડબલ

ખેડૂતોની આવકની ડબલ કરનારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર સતત મઘુમાખી પાલન (Bee farming) ને પ્રોત્સાહન આપી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક દિવસ પહેલા મન કી બાતમાં મીઠી ક્રાંતિ  (Sweet Revolution) નો ઉલ્લેખ કર્યો હતો. 
 
તેમણે કહ્યુ હતુ કે હવે ભારત વિશ્વના પાંચ સૌથી મોટા મઘ ઉત્પાદક (Honey Producer) દેશોમાં સામેલ થઈ ચુક્યા છે. તેનાથી હવે રોજગારના સારી તકો પ્રાપ્ત થશે. આ ક્રમમાં હવે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અમૂલ અમૂલ હની લોન્ચ કરવાના છે. 
 
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા મધના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમજ તેની નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન (NBHM) શરૂ કરવામાં આવ્યું છે.
 
આ મિશનની જાહેરાત આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કરવામાં આવી છે. મધમાખી ઉછેરના મહત્વને ધ્યાનમાં રાખીને સરકારે NBHM માટે ત્રણ વર્ષ (2020-21 થી 2022-23) માટે 500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
 
કહેવામાં આવી રહ્યું છે કે આ કેન્દ્રીય યોજના હેઠળ એફપીઓ હેઠળ મધ ઉત્પાદકોના રૂપમાં 100 ઉત્પાદક સંસ્થાઓની રચના કરવામાં આવશે.