અદાણીએ લોન્ચ મોબાઇલ એપ્સ, ઇન્દોરથી લઇને અમદાવાદ સુધી 17 શહેરોમાં ખરીદી શકશો ઓનલાઇન પ્રોડક્ટ
તમારી મનગમતી ફોર્ચ્યુનપ્રોડકટસનો ઓર્ડર આપવાનુ હવે હંમેશ કરતાં વધુ આસાન બન્યુ છે. ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ વિવિધ ખાદ્યતેલ અને ફૂડ પ્રોડકટસ ઓફર કરતી અદાણી વિલ્મર લિમિટેડે હવે તેની પોતાની મોબાઈલ એપ્લિકેશન – ફોર્ચ્યુન ઓનલાઈન રજૂ કરીને રસોડાની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન રજૂ કર્યું છે.
અદાણી વિલ્મર લિમિટેડના સીઈઓ અને એમડી અંગશુ મલ્લિક જણાવે છે કે “આ મોબાઈલ એપ્લીકેશન એ અદાણી વિલ્મરની વધુ એક સિધ્ધિ સમાન છે અને એમાં અમારા ગ્રાહકલક્ષી અભિગમનો પુનરોચ્ચાર થયો છે. આ એપ્લિકેશન એવા સમયે રજૂ કરવામાં આવી છે કે જ્યારે વધુને વધુ લોકો, ખાસ કરીને ગયા વર્ષે કોવિડ-19 મહામારી શરૂ થઈ ત્યારથી કરિયાણાની વિવિધ વસ્તુઓ ઓનલાઈન ખરીદવાનુ પસંદ કરી રહ્યા છે.
આ એપ્લિકેશન મારફતે ફોર્ચ્યુનની તમામ પ્રોડકટસની ખરીદી થઈ શકે છે અને આકર્ષક કીંમતે તમારા ઘરઆંગણે તે પહોંચાડવામાં આવે છે.” અંગશુ મલ્લિક જણાવે છે કે ફોર્ચ્યુનની પ્રોડકટસ વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ, મોડર્ન રિટેઈલ અને પ્રોવિઝન સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ રહેશે.
હાલમાં 17 શહેર એટલે કે અમદાવાદ, ગાંધીધામ, પુના, અકોલા, ગુરગાંવ, લખનૌ, ચંદીગઢ, નોઈડા, પંચકુલા,મોહાલી, કાનપુર, કોલકતા, ઈન્દોર, જોધપુર, રાયપુર, બેંગલોર, અને હૈદ્રાબાદના ગ્રાહકો ફોર્ચ્યુન ઓઈલ્સ અને વિવિધ ફૂડ અને પર્સનલ કેર ર્પ્રોડકટસની રેન્જનો એન્ડ્રોઈડ, iOS ઉપર ઉપલબ્ધ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તથા વેબસાઈટ www.fortuneonline.in. ઉપર ઓર્ડર મુકી શકશે. “અમે આગામી દિવસોમાં આ એપ્લિકેશન અન્ય મહત્વનાં બજારોમાં પણ રજુ કરવાના છીએ,” તેમ મલ્લિક એ વધુમાં જણાવ્યું હતું.