મહેસૂલ વિભાગ માટે કુલ `૪૩૯૪ કરોડની જોગવાઇ
મહેસૂલી વહીવટમાં સરળીકરણ માટે સરકારે વિવિધ પ્રક્રિયાઓમાં સુધારા કરી લોકાભિમુખ વહીવટ માટે પગલાં લીધેલ છે. પારદર્શિતા વધારવા એની આર.ઓ.આર
(Any-RoR) તથા આઇ-ઓરા(i-ORA) પોર્ટલ પર ડિજિટલ સિગ્નેચર અને ક્યુ.આર. કોડ સાથેના મહેસૂલી દસ્તાવેજોની અધિકૃત નકલ સરકારે ઉપલબ્ધ કરાવી છે. આ વ્યવસ્થાથી આશરે ૮ લાખ કરતા વધુ ખેડૂતોને ૭/૧૨, ૮-અ તેમજ હક પત્રકની પ્રમાણિત નકલો ઓનલાઇન પદ્ધતિથી આપવામાં આવેલ છે.
• ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારની મિલકતની માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવા માટે સ્વામિત્વ યોજના અમલી.
• મહેસૂલ વિભાગની કચેરીઓ તથા સ્ટાફ ક્વાટર્સ માટે જોગવાઇ `૧૮૬ કરોડ.
• ૪ સબ રજીસ્ટ્રાર કચેરીઓને મોડલરૂપ બનાવવા જોગવાઇ `૫ કરોડ.
• ગુજરાત મહેસૂલ પંચની કચેરી ખાતે ચુકાદાના હુકમો, પ્રોસિડીંગ વિગેરે ડિજિટાઇઝ કરવા માટે જોગવાઇ `૧ કરોડ.