રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (10:35 IST)

DL રજીસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળા દરમિયાન તેની PDF કોપી પણ માન્ય દસ્તાવેજ ગણાશે

ડ્રાઇવીંગ લાયસન્સ રજીસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળા દરમિયાન ડાઉનલોડ કરેલ ડ્રાઇવીંગ લાયસન્સની PDF કોપી પણ માન્ય દસ્તાવેજ ગણાશે એમ વાહનવ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 
 
રાજ્ય સરકાર દ્વારા ડ્રાઇવીંગ લાયસન્સ સ્માર્ટકાર્ડ સ્વરૂપે અરજદારોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. mparivahanઅને Digilockerમાં ડિજીટલ સ્વરૂપેઉપલબ્ધ ડ્રાઇવીંગ લાયસન્સ માન્ય દસ્તાવેજ છે. અરજદારના ડ્રાઇવીંગ લાયસન્સ સંબંધિત સેવાઓની અરજી એપ્રૂવ થઈ સ્માર્ટકાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સ અરજદારનારજીસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળામાં અરજદાર ડ્રાઇવીંગ લાયસન્સની  A-4 size pdf ડાઉનલોડ કરી શકે છે. 
 
જે અરજદાર અરજી એપ્રુવ થયેથી અરજદારનેમોબાઇલ નંબર પર મળેલ એપ્લિકેશન એપ્રુવલ એસએમએસ લિંક અથવા સારથી પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છેઅને ડાઉનલોડ કરેલ આ દસ્તાવેજ મોટર વ્હીકલ રુલ્સ,૧૯૮૯ અંતર્ગત માન્ય છે એમ વધુમાં યાદીમાં જણાવવામાં આવ્યું છે.