ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 એપ્રિલ 2022 (09:41 IST)

લ્યો બોલો મોંઘવારીએ તો એવી માઝા મુકી કે જમાલપુર શાક માર્કેટમાંથી 24 મરચાં કિલો ચોરાયા

green chily
છેલ્લા કેટલાક સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેની અસર દેશમં પણ વર્તાઇ રહી છે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેના લીધે મોંઘવારીએ માજા મુકી છે. સામાન્ય વ્યક્તિ માટે શાકભાજી માંડીને જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદતાં પહેલાં ચાર વાર વિચાર કરવો પડી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો ઉંઘા રવાડે જતા હોય છે. તાજેતરમાં જ અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાંથી 24 કિલો મરચાંની ચોરી કરવામાં આવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર જમાલપુર શાકમાર્કેટ પાસે આવેલી ટ્રકમાંથી મરચા ભરેલા થેલાની ચોરી કરનાર બે શખ્સો પકડાઇ ગયા હતા. બે થેલા લઇને બે શખ્સો ભાગી ગયા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં શાકભાજી સહિત મોંઘવારીએ માઝા મુકી છે. લીબું પણ 400 રુપિયે કીલો થઇ જતાં અનેક રાજ્યોમાં લીબું ચોરીની ઘટનાઓ પણ બની છે. તેવામાં મરચા ચોરીની ઘટના અમદાવાદમાં બનતા લોકો કેટલા આર્થિક ભીસમાં છે તેનો ચિતાર સ્પષ્ટ થાય છે.
 
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના વસો તાલુકાના મિતરાલ ગામે અઝહરુદ્દીન નજીરમીયા ભટ્ટી (ઉ.27) રહે છે. અને પોતાની અશોક લેલેન્ડ દોસ્ત વાહન રાખી ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 14 મી એપ્રિલના રોજ રાત્રીના સાડા નવ વાગ્યે પોતાની ગાડી લઇ પીપળજ ચોકડી મરચાના પોટલા ભરી જમાલપુર શાક માર્કેટ વેચાણ કરવા માટે નિકળ્યા હતા. રાત્રે સાડા 11 વાગ્યે જમાલપુર શાકમાર્કેટ ખાતે પહોચ્યા હતા. દરમિયાનમાં ગાડીના પાછળના ભાગે બે શખ્સો ચઢ્યા હતા અને ગાડીમાંથી 12- 12 કિલોના બે પોટલા આશરે 2 હજાર રુપિયાના નીચે ફેક્યા હતા. જેથી અઝહરુદ્દીન પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો હતો અને આ દરમિયાન બે પોટલા લઇ બે માણસો ભાગવા જતાં હતા આ દરમિયાન બુમો પાડી પોટલું પકડી લેતા ઝપાઝપી થઇ હતી.
 
આમ બુમા બુમ થતા અન્ય લોકો આવી ગયા અને નીચે પોટલું ફેંકીને ઝપાઝપી કરતા બે શખ્સો ભાગી ગયા પરંતુ ગાડીમાં ચઢીને બેઠેલા બે શખ્સો પકડાઇ ગયા હતા. આ અંગે પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કર્યો હતો. પોલીસે આવી પુછપરછ કરતા કરણ બ્રીજેશ ગુપ્તા(રહે. કેલિકોમીલના છાપરા, દાણીલીમડા), જાવેદ ઉર્ફે બોબડાકાલુમીયા શેખ(રહે. દાણીલીમડા) હોવાનું બહાર આવ્યું હતુ. નવધણ ઉર્ફે ભજીયો અને સમીર ઉર્ફે તોતુ અકબર સૈયાદ(રહે. દાણીલીમડા) ભાગવામાં સફળ રહ્યા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.