ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (18:06 IST)

આગામી માર્ચ મહિના સુધી 13 એરપોર્ટનુ ખાનગીકરણ

એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ સરકાર વધુ 13 એરપોર્ટનુ ખાનગીકરણ આગામી માર્ચ મહિના સુધીમાં કરવા માંગે છે. સરકાર આ વર્ષે 13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે. સરકારી માલિકીની એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા સંચાલિત 13 એરપોર્ટનું ખાનગીકરણ હાથ ધરવામાં આવશે. આ માટે PPP મોડલ પર બોલી લગાવવા માટે ઉડ્ડયન મંત્રાલયને 13 એરપોર્ટની યાદી મોકલવામાં આવી છે. AAIના પ્રમુખ સંજીવ કુમારે આ જાણકારી આપી છે. પેસેન્જર રેવન્યૂ દીઠ મોડલનો બિડિંગ માટે ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં આ મોડલના વપરાશમાં સફળતા મળી છે
 
બિડિંગ માટે જે મોડલ અપનાવવામાં આવશે તે પેસેન્જર દીઠ રેવન્યુ મોડલ હશે. આ મોડેલનો તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સફળ રહ્યો છે. જેવર એરપોર્ટ (ગ્રેટર નોઈડામાં) પણ આ જ મોડલ પર બોલી લગાવવામાં આવી હતી.
 
આ એરપોર્ટનું ખાનગીકરણ થશે
 
સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ 6 મોટા એરપોર્ટ – ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર, ત્રિચી, ઈન્દોર, રાયપુર અને સાત નાના એરપોર્ટ – ઝારસુગુડા, ગયા, કુશીનગર, કાંગડા, તિરુપતિ, જબલપુર અને જલગાંવનું ખાનગીકરણ માટે મંજૂર કરવામાં આવેલ છે. મોટા રોકાણકારોને આકર્ષવા માટે આ નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડવામાં આવશે. દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે એરપોર્ટના ખાનગીકરણમાં નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડવાનું મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.