ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 19 જૂન 2021 (11:48 IST)

પ્રથમ બાળકને જન્મ આપવા જઇ રહ્યા છો, તો પ્રગેનેસીમા આ વાતોની કાળજી રાખવી

માતા બનવું એ ખૂબ સુખદ અનુભવ હોય છે. ખાસ કરીને પહેલીવાર માતા બનવાની ફીલીંગ હોય છે તેની તુલના કોઈ બીજી ખુશી કે સુખથી કરવુ અશકય છે. પણ જ્યારે પહેલીવાર માતા બની રહ્યા છો તો તમને તેના વિશે કોઈ અનુભવ નથી હોય. તેથી જરૂરી છે કે પ્રથમ પ્રેગ્નેંસીના દરમિયાન કેટલીક ખાસ વાતોની કાળજી રાખવી. જેનાથી તમને અને તમારા બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. આવો, જાણીએ એવી કેટલીક વાતોં જણાવીએ, જેને તમારે પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન જાણવાની જરૂર છે.

ડૉક્ટરથી સંપર્ક કરવુ અને તેના નિર્દેશનો પાલન કરવું 
પ્રેગ્નેંસી કંફર્મ થતા જ સૌથી પહેલા સારા ડાક્ટર કે હોસ્પીટલ ચયન કરવુ અને ડૉક્ટરનો સંપર્ક કરો. એવા ડાક્ટર કે હોસ્પિટલ પસંદ કરો કે જેને વારંવાર બદલવાની જરૂર ન પડે. ડૉક્ટર દ્વારા જણાવેલ જરૂરી ટેસ્ટ દરેક વાર કરાવવો. સાથે જ જણાવેલ દવાઓ અને સપ્લીમેંટસ સમય પર વગર બેદરકારી લેતા રહો. સાથે જ આયરન અને વિટામિન સપ્લિમેન્ટને પણ સમયસર લો. ગર્ભાવસ્થા દરમિયાન 

જરૂરી રસીકરણ કરવામાં બેદરકાર ન કરવી.
 કોરોનાના સમયમાં પ્રેગ્નેંટ છો તો આ વાતોંનો રાખવી કાળજી 
તમારી પ્રેગ્નેંસી જો કોરોના યુગની છે, તો તમારે ખાસ કાળજી લેવાની જરૂર છે. સૌ પ્રથમ તમે લોકોથી દૂરી બનાવીને રાખવી. પરિવારના સભ્યોના સંપર્કમાં આવતાં પહેલાં તેમને સેનેટાઈજ થવા કરો. સાથે જ પોતે પણ સમય-સમય પર તમારા હાથ સાફ કરતા રહો. માસ્ક પહેરો અને બહારથી આવી વસ્તુ કે સામાનને થોડા સમય બાલકની કે ટેરેસ થોડો સમય રાખો, તેનો ઉપયોગ સેનિટાઇઝિંગ પછી જ કરો. શાકભાજી- ફળ

જેવી વસ્તુઓનો ઉપયોગ ધોઈને જ કરો. તમારી અને તમારા પરિવારના સભ્યોને કોવિડ રસીકરણ કરાવો.



ખોરાકની કાળજી લેવી
તમારા ખાણી-પીણીની પણ કાળજી લો. પુષ્કળ પાણી પીવો સાથે જ્યૂસ અને સૂપ પીતા રહો. તમારા આહારમાં દૂધ, મસૂર અને પનીર જેવી પ્રોટીનયુક્ત વસ્તુઓ શામેલ કરો. તાજા ફળ ખાવા-પીવાની કાળજી તમારા ખાવા-પીવાની પણ કાળજી લેવી. પાણી ખૂબ પીવું સાથે જ જ્યુસ પણ પીતા રહો. તમારી ડાઈટમાં દૂધ, દાળ અને પનીર જેવી પ્રોટીનવાળી વસ્તુઓ શામેલ કરવી. તાજ ફળોનો સેવન કરવું. સંપૂર્ણ 

આહાર લો. જેથી શરીરને તમામ પોષક તત્વો મળે. જંક ફૂડ ખાવાનું ટાળો સાથે જ બહારનું ખાવાનું પણ ટાળો. વધારે તેલયુક્ત અને મીઠા ન ખાઓ.


એક્સરસાઈજ, યોગ અને મેડિટેશન 
ડાક્ટરની સલાહથી પ્રેગ્નેંસીમાં કરી શકાય તે એક્સરસાઈજ અને યોગ જરૂર કરવું. શક્ય હોય તો મેડિટેશન પણ કરો. જો ઘરની બહાર જવું શક્ય ન હોય તો, પછી ઘરના ટેરેસ, લૉન, આંગણે થોડી વાર વૉક કરવી. 

તનાવ ન લેવું અને ખુશ રહેવું 
પ્રેગ્નેંસીના દરમિયાન 

તનાવ ન લેવો અને ખુશ રહેવાની કોશિશ કરવી. જેનાથી વાત કરીને તમને ખુશી મળે તેનાથી વાત કરવી. સારું મ્યુજિક સાંભળો અને જો લૂડો, કેરમ જેવી ઇન્ડોર ગેમ રમવામાં ખુશી મળતી હોય તો તે પણ રમવું. 

આ વાતોની પણ કાળજી રાખવી
ભારે વસ્તુઓ ન ઉપાડો, જો તમને થાક, નબળાઈ લાગતી હોય તો આરામ કરવો. શક્ય હોય તો, મુસાફરીને ટાળો, ખાસ કરીને ત્રણ મહિના સુધી અને જો તમારે મુસાફરી કરવી હોય, તો પછી નીચલા ભાગની કાળજી રાખવી. રસ્તા પર ચાલતી વખતે ખાડાઓની આંચકાથી બચવું. હીલ્સ પહેરવાનુ ટાળો. આરામદાયક કપડાં ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાનો પ્રારંભ થાય તો, તમારા અને બાળક માટે આવશ્યક વસ્તુઓની બેગ પેક 
કરવું.