ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 20 મે 2021 (11:30 IST)

Gujarati Beauty Secrets- ચહેરાને સુંદર અને બેદાગ બનાવવા લીમડાના આ Facepack

લીમડામાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને ઔષધીય ગુણ હોય છે. આરોગ્યની સાથે સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળવામાં રામબાણની રીતે કામ કરે છે. તેનાથી તૈયાર ફેસપેક લગાવવાથી શ્યામ ત્વચા અંદરથી પોષિત કરીને રંગત નિખારવામાં મદદ કરે છે. સાથે જ ડાઘ, ધબ્બા, પિંપલ્સ, બળતરા, ખંજવાળ વગેરેની સમસ્યા દૂર થઈને ચહેરો સાફ, બેદાગ અને ગ્લોઈંગ નજર આવે છે. તેમજ આ નેચરલ હોવાથી આ દરેક કોઈની સ્કિનને સરળતાથી સૂટ કરે છે તો આવો આજે અમે તમને લીમડાના 3 ખાસ ફેસપેક અને તેમના ફાયદા જણાવીએ છે. 
 
1. ચહેરા પર ગ્લો લાવશે લીમડા અને ચોખાના પાણીથી બનેલુ ફેસપેક 
ચહેરાના ગ્લો જાણવી રાખવામાં લીમડા અને ચોખાનો પાણી બેસ્ટ ગણાય છે. આ ચેહરા પર બ્લીચિંગની રીતે કામ કરે છે. તેથી ત્વચાની રંગત સાફ થવામાં મદદ મળશે. 
 
2. સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવશે લીમડાનો તુલસી ફેસપેક 
બન્ને વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તૈયાર ફેસપેક લગાવવાથી ડાઘ-ધબ્બા, કાળા ઘેરા, frackles, વગેરે દૂર થવામાં મદદ મળે છે. તેમજ તડકામાં ખરાબ થઈ સ્કિન અંદરથી રિપેયર 
હોય છે. 
 
3. ત્વચાને પોષિત કરશે લીમડા અને દહીંનો ફેસપેક 
સ્કિનની અંદરથી પોષિત કરવા માટે તમે લીમડા અને દહીંનો ફેસપેક લગાવી શકો છો. તેનાથી સૂકી બેજાન સ્કિન પર લાંબા સમય સુધી ભેજ રહેવામાં મદદ મળશે. 
 
આ રીતે બનાવો ફેસપેક 
તેના માટે એક વાટકીમાં 1 નાની ચમચી લીમડાનો પાઉડરમાં 1 મોટી ચમચી ચણાનો લોટ અને જરૂર પ્રમાણે દહીં મિક્સ કરો. તેને સ્ક્રબની રીતે ચેહરા પર 2 મિનિટ મસાજ કરવી. તેને 15 મિનિટ સુધી ચેહરા પર 
લગાવી રહેવા દો. પછી તાજા પાણીથી સાફ કરી લો.