સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 16 નવેમ્બર 2021 (17:00 IST)

Besan For Skin : તમારી ત્વચાના ગ્લો માટે બેસનનો આ રીતે કરો ઉપયોગ

બેસનનો ઉપયોગ તમે ખાવામાં તો અનેકવાર કરો છો પણ સ્કિન માટે પણ તેને બેસ્ટ માનવામાં આવે છે. ત્વચાથી સંકળાયેલી કોઈ પણ સમસ્યા બેસનના ઉપયોગથી દૂર કરી શકાય છે . અમારી દાદી-નાની પણ એમની ખૂબસૂરતી નિખારવા માટે બેસનના ઉપયોગ કરે છે. ખીલથી લઈને ગોરી ત્વચા સુધી બેસન પેક ફાયદાકારી છે . બેસન સતત ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે. 
 
1. ડ્રાઈ સ્કિન - જેમકે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ મૌસમમાં ત્વચા સૂકી થઈ જાય છે એ માટે બેસનમાં મલાઈ કે દૂધ, મધ અને ચપટી હળદર મિક્સ કરી લગાવશો તો ડ્રાઈ સ્કિનથી રાહત અને નેચરલ નમી મળશે. 
 
2. ઑયલી સ્કિન - ઑયલી સ્કિન માટે પણ બેસન બેસ્ટ છે. બેસનમાં ગુલાબ જળ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ફ્રેશનેસ આવે છે. બેસનમાં ગુલાબજળ 
 
મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો અને ચેહરા પર લગાડો. પેક સૂક્યા પછી એન હૂંફાણા પાણીથી ધોઈ લો. એનાથી એક્સ્ટ્રા ઑયલ ગાયબ થશે અને ચેહરાને ફેશનેસ મળશે. 
 
3. ટેન સ્કિન - જો ધૂપ  કે દરરોજ ડ્સ્ટના કારણે સ્કિન ટેનિંગ થઈ ગઈ છે તો પણ બેસન બેસ્ટ છે. 2 ટીસ્પૂન બેસન લો. એમાં ચપટી હળદર્ , થોડા ટીંપા નીંબૂની અને થોડું દહીં મિક્સ કરી લો. આ પેસ્ટ ચેહરા અને બૉડી પર લગાડો. જ્યારે આ સૂકી જાય તો પાણીથી ધોઈ લો. એવા થોડા દિવસ સતત કરનો તમને અંતર જોવાશે.
 
4. ખીલવાળી સ્કિન ખીલથી પરેશન છો તો ચમચી બેસન, ચંદન પાવડર અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દરરોજ ચેહરા પર લગાડો અને અંતર જુઓ. તમે પેસ્ટમાં ચપટી હળદર પણ નાખી શકો છો. આ સિવાય બેસનમાં મધ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ખીલથી રાહત મળે છે.