દિવાળીમાં ગોરા દેખાવવા માટે Tips : ગુલાબી ત્વચા માટે કેસરના ઘરેલુ ફેસપેક
સુંદરતા માટે વપરાતી કેસર એક ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેનો ઉપયોગ મોટાભાગે એશિયા અને યૂરોપના દેશોમાં કરવામાં આવે છે. કેસર ખૂબ જ મોંઘુ મળે છે. કારણ કે 1 ગ્રામ કેસરનો બનાવવા માટે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરવો પડે છે.
જો કે કેસર ત્વચા માટે ખૂબ જ સારી હોય છે અને આનુ ફેસ પેક લગાવવાથી ત્વચા પર ગુલાબી રંગનો નિખાર આવી જાય છે. જો તમને સ્વચ્છ અને ચમકતી ત્વચા જોઈતી હોય તો આનો ઉપયોગ કરો. અહીં અમે તમને બતાવી રહ્યા છે કેસરના કેટલાક ઉપયોગી ફેસપેક ઘરે જ બનાવો કેસરનું ફેસપેક 1.
કેસર અને દૂધ - તમે આ ફેસ પેકને દરરોજ અથવા કે પછી અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા લાગશે.
2.
કેસર અને ચંદન પાવડર - તમે આ ફેસ પેકને દરરોજ અથવા અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા માંડશે.
3.
કેસર અને પપૈયુ - પપૈયામાં વિટામિન અને એંટીઓક્સીડેંટ જોવા મળે છે જે સ્કિન માટે ખૂબ જ સારુ હોય છે. એક વાડકામાં પાકેલુ પપૈયુ, દૂધ, મધ અને કેસર મિક્સ કરો. તેને ચેહરા પર 10-15 મિનિટ માટે લગાવો અન એ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.
4.
કેસર દૂધ અને તેલ - આ ફેસ પેકથી ચેહરાનો રંગ હલકો પડે છે. એક વાડકીમાં કેસર, દૂધ, રોઝ વોટર અને ઓલિવ ઓઈલ કે નારિયલનું તેલ મિક્સ કરો. આ સ્ક્રબ જેવા ફેસ પેકથી તમારી સ્કિન ગોરી બનશે અને ગ્લો કરશે.
5.
કેસર, મધ અને બદામ - બદામને આખીરાત પલાળી અને સવારે તેનુ પેસ્ટ બનાવી લો. કેસરને કુણા પાણીમાં પલાળો અને પછી તેમા મધ અને લીંબૂનો રસ મિક્સ કરો. આ પેકને ચેહરા પર લગાવો જેનાથી કરચલી અને દાગ દૂર થઈ જશે.