ચમચીથી દૂર કરો આંખનીચેના ડાર્ક સર્કલ . જાણો ઉપાય
ઘણીવાર કામના તનાવ ,ઉંઘની અછત અને બીજા ઘણા કારણોથી આંખોના નીચે ડાર્ક સર્ક પડી જાય છે જે તમારી ખૂબસૂરતીને ઓછું કરી નાખે છે અને એવામાં જો તમારે કોઈ પાર્ટીમાં જવું પડે તો મેકઅપથી એને છુપાવવા માતે ઘણો બધું મેકઅપ કરવું પડે છે. પણ આજે અમે તમને ઘરેળૂ ઉપાયથી ડાર્ક સર્કલથી કેવી રીતે છુટકારો મળે છે જણાવીએ છીએ.
બેસન(ચણાનો લોટ) એક ચમચી બેસનમાં ટમેટા અને નીંબૂનો રસ સમાન માત્રામાં મિકસ કરી. આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાડો અને 10 મિનિટ પછી ચેહરાને ધોઈ લો. આથી ડાર્ક સર્કલ ખત્મ થઈ જશે.
મધ અને બદામ તેલ- 1 ચમચી મધમાં 1 ચમચી બદામનો તેલ મિકસ કરી અને આ મિશ્રણને ડાર્ક સર્કલપર લગાવી સૂઈ જાઓ. સવારે ઉઠીને ઠંડા પાણીથી ચેહરા ધોઈ લો. આથી પણ ડાર્ક સર્કલ ઓછા નજર આવશે.
ટી બેગ- ટી બેગ પણ આંખો નીચે ડાર્ક સર્કલસ મટાવવામાં ફાયદેમંદ છે. આંખો પર બે ઠંડા ટી બેગ્સ રાખો અને સૂકવા દો. આથી તમારી આંખો ફ્રેશ રહેશે.અને ડાર્ક સર્ક મટવા લાગશે.
ચમચી- ચમચીને ઠંડા થવા માટે ફ્રીજરમાં મૂકી દો.થોડી વાર પછી જ્યારે ચમચી ઠંડી થઈ જાય તો એને ડાર્ક સર્કલ પર લગાડો. આથી આંખોને ઠંડક મળશે અને ડાર્ક સર્કલ પર પણ તરત અસર પડશે. ચમચી સિવાય તમે એક કોઈ સોફ્ટ કપડાને ઠંડા પાણીમાં
પલાળી પર ઉપયોગ કરી શકો છો.
હળદર- એક ચમચી હળદરમાં પાઈનેપલ જ્યુસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાડો. સૂક્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો. આથી ડાર્ક સર્કલ હળવા પડવા લાગશે.
પૂરતી ઉંઘ - આંખો નીચે ડાર્ક સર્કલ થતા સૌથી મોટું કારણ છે ઓછી ઉંઘ. તમે દરરોજ ઓછામાં ઓછા 7-9 કલાક ઉંઘવું જોઈએ. આથી તમે સવારે ઉઠીને તાજા મહસૂસ કરશો અને ડાર્ક સર્કલ પણ ધીમે-ધીમે ઓછા થવા લાગશે.