રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (08:23 IST)

ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરેરાશ 74.70 ટકા મતદાન, મંગળવારે યોજાશે મતગણતરી

પંચાયતો પર રાજકીય આધિપત્ય જમાવવા કશ્મકશ જામી 8690  ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી મેદાને ઉતર્યા હતા. રાજ્યમાં સરેરાશ 74.70 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા, કચ્છમાં 73.98 ટકા મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 82.22 ટકા અને સૌથી ઓછું ગાંધીધામ તાલુકામાં 60.77 ટકા મતદાન થયું હતું.
 
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા ઘર્ષણના બનાવો સર્જાયા તો હતા તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ થઈ છે. તો બીજી તરફ અરવલ્લીમાં ચૂંટણી ફરજ દરમિયાન એક  શિક્ષક દિનેશ પરમારને નું નિધન થયું છે. શામળાજી પાસેના નવા વેણપુરમાં મતદાન મથકમાં જ  તેઓ ફરજ બજાવતા હતા,  તે દરમિયાન તેમને હાર્ટ અટેક આવી જતાં તેનું  નિધન થયું છે. તેઓ મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા.
 
તો આ તરફ વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ ન 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. તા.21મી ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. પંચાયતોની ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ બની રહેશે. 
 
ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે.  473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે.