બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Updated : ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (15:51 IST)

અમદાવાદ જિલ્લાની 416 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પ્રશાશને તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ મહાપાલિકાના બે વોર્ડની 1-1 બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે
બરેજા અને બાવળા પાલિકાની 1-1 બેઠકની પેટાચૂંટણી યોજાશે 
 
દસક્રોઈ તાલુકા પંચાયતની 1 અને સાણંદ તાલુકા પંચાયતની 2 બેઠકોની પેટાચૂંટણી યોજાશે 
 
કઠલાલ ગામ અમદાવાદમાં ભળતા તેના નવા સીમાનકનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
 
અમદાવાદ: આગામી ડિસેમ્બર માસમાં રાજયની મોટાભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.... અમદાવાદ જિલ્લાના કુલ 436 ગામો પૈકી 416 ગામોની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હોવાથી અમદાવાદ જિલ્લા પ્રશાશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે..... અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયત ઉપરાંત જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતોની 3, નગરપાલિકાઓની 2 અને અમદાવાદ મહાપાલિકાની 2 બેઠકની પેટાચૂંટણી પણ ડિસેમ્બર માસમાં યોજાશે..... ગ્રામપંચાતની ચૂંટણીઓ માટે અમદાવાદ મહાપાલિકામાં ભળેલા કથાવડા- નવરંગપુરા ગામમાં નવેસરથી સીમાનકનની પ્રક્રિયા પણ હાલ હાથ ધરવામાં આવી છે.... તો બીજી તરફ સરપંચ, ઉપસરપંચ માટે અનામત બેઠકો માટે  રોટેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.... આગામી ડિસેમ્બર માસમાં ધોળકાની 62, વિરમગામની 54, બાવળાની 47, ધોલેરાની 23, ધંધુકાની 40, દેત્રોજની 33, સાણંદની 64, માંડલની 33 અને દસક્રોઈ તાલુકાની 60 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે.....
આ અંગે નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે  અમદાવાદ મહાપાલિકાના ચાંદખેડા અને ઇશનપુર વોર્ડની 1 - 1 બેઠકની પેટાચૂંટણી યોજાશે.... સાથે બરેજા પાલિકાના વોર્ડ નંબર 6 અને બાવળા પાલિકાના વોર્ડ નંબર 5ની 1- 1 બેઠકની પેટાચૂંટણી યોજાશે... ઉપરાંત દસક્રોઈ તાલુકા પંચાયતની કુહા બેઠકની પેટાચૂંટણી યોજાશે.... સાણંદ તાલુકા પંચાયતની પીપળ અને ઝાપ બેઠકની પેટાચૂંટણી યોજાશે.... અમદાવાદ જિલ્લા પંચાયતની નાંદેજ બેઠકની પેટાચૂંટણી યોજાશે... અમદાવાદ જિલ્લાની 416 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે..