World tourism day 2024 - દિવાળી વેકેશનમાં Trip પ્લાન કરી રહ્યા છો તો આ 5 સ્થાન વિશે જરૂર વિચારો
ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન, હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ બહાર ફરવા હંમેશા ઉત્સાહિત હોય છે. ઓક્ટોબર -નવેમ્બરના મહીનામાં ઘણા તહેવારો આવે છે. આ સમયે શિયાળાની શરૂઆત થઈ જાય છે. વાતાવરણમાં હરિયાળી અને સેલરી અકાઉંટમાં ફેસ્ટીવલ બોનસનુ પણ આગમન આ સમયે થાય છે. આ જ કારણે આ સમયે લોકો ફરવા જવા માટે ઉત્સુક હોય છે.
ભારતમાં રજાઓ ગાળવા માટે સારી જગ્યાઓની કોઈ ઉણપ નહી.. રણથી લઈને બર્ફીલી જગ્યા સુધી અને પહાડથી લઈને સુંદર બીચ સુધી બધી આ દેશમાં છે. તો તમે પણ આ તહેવારના મૌસમમાં એટલે કે દિવાળી વેકેશનમાં ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો આ 5 જગ્યા તમારી લિસ્ટમાં શામેલ કરી લો.
1. કચ્છનું રણ -કચ્છ માં સફર કરતા સમયે તમને દૂર સુધી મીઠુંના મેદાન નજર આવશે. રાત્રે ચાંદની દૂધિયા રોશનીમાં તેનો આ દ્ર્શ્ય બહુજ રોમાંતિક હોય છે. નવંબરમાં અહીં કચ્છ મહોત્સવનો પણ આયોજન કરાય છે. અહીં એસી અને નૉન એસી કેંપ્સની પણ વ્યવસ્થા છે. સ્થાનીય ભોજન અને સંગીતની સાથે અહીં સૂકૂનનો સમય ગાળવાનો સરસ ફેસલો સિદ્ધ થશે.
2. દાર્જિલિંગ- ઉત્તરી પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગને "પહાડોની રાની" પણ કહેવાય છે. ચાના બગીચા, મોનાસ્ટીજ, ટૉય ટ્રેનની સવારી, બ્રિટીશ કાળની આર્કિટેક્ચર, રૉક ગાર્ડન અને બરફની ચાદરમાં લપટાયેલું કંચનજંગા પર્વત આ જગ્યાનો બેસ્ટ હૉલીડે ડેસ્ટીનેશન જણાવે છે.
3. વર્કલા બીચ
વર્કલા દક્ષિણી કેરળમાં એવી એકમાત્ર જગ્યા છે જ્યાં ઉંચી ચટ્ટાન અરબ સાગરથી લાગેલું મળે છે. એટલે અહીં પર્વત અને સાગરનો મજા એક સાથે મળી શકાય છે. આ સન બાથિંગ અને સ્વિમિંગ માટે બેસ્ટ સ્પાટ છે. લોકો અહીં વાટર સ્પોર્ટસ અને સ્પાના મજા લેવા પણ આવે છે. તેને પાપનાશમ બીચ પણ કહે છે કારણ કે પહેલા
આ જગ્યા એક હિંદુ પ્રથાના કારણથી પણ પ્રસિદ્ધ છે. સૂર્યાસ્તના સમયે અહીંના બીચ પર મનોરમ દ્ર્શ્ય જોવા મળે છે.
4. જીરો
અરૂણાચલ પ્રદેશના જીરોનો માત્ર નામ જ નહી પણ અહીંના દ્ર્શ્ય પણ જુદા જ છે. લીલા ધાન અને ઝાડ-છોડથી ઢંકાયેલા પર્વતો વચ્ચે આ જગ્યામાં મુખ્યત અપાતાની કબીલાના લોકો રહે છે. દોડધામ વાળા જીવનથી દૂર સુકૂન ભરેલા પળ ગાણવા અને મેડિટેશન માટે જીરો પરફેક્ટ ડેસ્ટીનેશન છે.
5. જોધપુર- ઓક્ટોબર-નવેમ્બરના સમયે જોધપુર ફરવા માટે સૌથી સરસ સમય છે કારણકે આ સમયે ન તો સૂર્યની તડકો વધારે હોય છે ન શિયાળોની કડક ઠંડ ગુલાબી ઠંડ જેવા શીતળ મૌસમમાં ડેજર્ટ સફારી કિલોની સેર અને અહીંના તીખા-ચટપટા પકવાનના મજા માળવા મુદો જ મજા છે. અહીં મેહરાનગઢ કિલામાં વીર, ડોર, આવારપન, શુદ્ધ દેશી રોમાંસ, દ ડાર્ક નાઈટ રાઈજેજ સાથે ઘણા ફિલ્મોની શૂટિંગ કરી લીધી છે. ઓક્ટોબરમાં અહીં થનાર રાજસ્થાન ઈંટરનેશનલ ફોક ફેસ્ટીવલ વિશ્વભરમાં મશહૂર છે.