બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 નવેમ્બર 2022 (09:31 IST)

PM મોદીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 16 ચૂંટણી રેલીઓ યોજી, આજે 4 ચૂંટણી સભા ગજવશે

PM Modi suddenly reach the BJP office
વડાપ્રધાન મોદી આજે પણ ગુજરાતમાં રહેશે. આજે તેઓ પાલનપુર, મોડાસા, દેહગામ અને બાવળામાં ચૂંટણી રેલી યોજશે. દરમિયાન વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 16 ચૂંટણી રેલીઓ યોજી છે. રાજ્યમાં તેમની કુલ લગભગ 51 રેલીઓ યોજાશે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે પહેલી અને પાંચમી ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરી 8મી ડિસેમ્બરે થશે.

2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 4.90 કરોડ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. આમાંથી 2,53,36,610 મતદારો અને 2,37,51,738 મહિલા મતદારો છે. આમાંથી 27 હજાર 943 સરકારી કર્મચારી મતદારો, 4,04,802 દિવ્યાંગ મતદારો મતદાન કરશે. મતદારોમાં 9.8 લાખ મતદારોની ઉંમર 80 વર્ષથી વધુ છે. આમાંથી 10 હજાર 460 મતદારોની ઉંમર 100થી વધુ છે. એક હજાર 417 થર્ડ જેંડર મતદારો પણ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. ચાર લાખ 61 હજાર 494 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.આ ચૂંટણી માટે કુલ 51,782 મતદાન મથકો ઉભા કરાયા છે. આમાંથી 17,506 શહેરમાં અને 34,276 ગ્રામીણ વિસ્તારોમાં મતદાન મથકો હશે. આ ચૂંટણીમાં લગભગ 50 ટકા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ થશે. કુલ 51,782 મતદાન મથકોમાંથી 25,891 મતદાન મથકો પર ચૂંટણી પંચ વેબકાસ્ટિંગ કરશે.