ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 16 નવેમ્બર 2022 (11:51 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- મુખ્યમંત્રીનો ઘાટલોડિયામાં રોડ શો- અમિત શાહે કહ્યું કોંગ્રેસ વાળા સત્તામાંજ નથી તો કામ કેવી રીતે કર્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયાં છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન અમિત શાહ રેલી યોજશે. ઉપરાંત એસજી હાઈવે સોલા ભાગવત પાસે ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે.

મુખ્યમંત્રીએ ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા.પ્રભાત ચોક પહોંચતાની સાથે જ મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરો અને પોતાના સમર્થકો સાથે વાતચીત કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રભાતચોક પહોંચી ગયાં છે. મુખ્યમંત્રીએ અમિત શાહનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર ત્રણ મીનિટ સુધી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઘાટલોડિયાના દરેક નાગરીક મારા પરિવારજન છે. દરેકનો સહકાર મળ્યો છે એટલે જ લાગી રહ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. અહીં સંતો પણ હાજર છે. તેઓ આશિર્વાદ આપે. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધી અવાજ જોઈએ એમ પ્રચંડ અવાજથી ભારત માતા કી જય બોલો. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ છે. ઘણા સમાજના લોકો અહીંયા ફોર્મ ભરાવવા માટે આવ્યા છે.1990થી ભાજપ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ રાખ્યો છે.ગુજરાતની જનતાની અસીમ કૃપા રહી છે.આપણી ઝોળી કમળથી ભરી દીધી છે.એકપણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય નથી દેખાડ્યો.2022માં જેને જે હિસાબ લગાવી દેવો હોય એ કરજો બધા રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનશે.1995થી 2022 સુધીનો આ સમયગાળો માત્ર ગુજરાત નહિ દેશના લોકતંત્રના ઈતિહાસમાં છે.આ એજ ગુજરાત છે જે 10 વર્ષ સુધી કોમી હુલ્લડોથી પીડાતું હતું. 365 દિવસમાં 250 દિવસથી વધુ કરફ્યુ હતો. આજે 20 વર્ષના છોકરાને પૂછીએ તો એના જીવનમાં કરફ્યુ જોયો નથી. સ્કૂટર લઈ કોટ વિસ્તારમાં દીકરો જાય તો માળા જપે કે મારા દીકરાને પાછો લાવજો.
https://fb.watch/gQeExdbu92/