ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (12:15 IST)

રાજ્યપાલ કોહલીએ રૂપાણી સહિત મંત્રીઓને શપથ લેવડાવ્યાં જાણો કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં વિધાનસભા સંકુલ ખાતે યોજાયેલી શપથ વિધિમાં વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુંભાવોની હાજરીમાં સીએમ વિજય રૂપાણી તથા નિતિન પટેલ સહિતના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતાં. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ આ તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યાં હતાં. ત્યારે બંને નેતાઓના પુનરાવર્તન સાથે કયા કયા મંત્રીઓને કેબિનેટ કક્ષાનું સ્થાન મળ્યું છે તથા કયા મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવવામાં આવ્યાં છે તેની ઉપર એક નજર નાંખીએ. 

 કેબિનેટ કક્ષાના મંત્રીઓ
નીતિન પટેલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
આર સી ફળદુએ લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.
ભૂપેન્દ્રસિંહ મનુભાઈ ચૂડાસમાએ લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.
કૌશિકભાઈ જમનાદાસ પટેલે લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.
સૌરભભાઈ પટેલે લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.
ગણપત વસાવાએ લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.
જયેશ રાદડિયાએ લીધા કેબિનેટ મંત્રીપદના લીધા શપથ.
દિલિપ ઠાકોરે કેબિનેટ મંત્રીપદના લીધા શપથ.
ઈશ્વરભાઈ પરમારે લીધા કેબિનેટ મંત્રીપદના શપથ 

રાજ્યકક્ષના મંત્રીઓ
પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ.
પરબતભાઈ પટેલે લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ.
પરષોત્તમ સોલંકીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ.
બચુભાઈ ખાવડે લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.
જયદ્રથસિંહ પરમારે લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.
ઈશ્નર પટેલે લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.
વાસણભાઈ આહિરે લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.
વિભાવરી દવેએ લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.