ઈમોશ્નલ રાજનિતી? રાહુલને ભેટી અમદાવાદના મહિલા પ્રોફેસર રડી પડ્યાં
રાહુલ ગાંધી અમદાવાદના નિકોલ ખાતે શિક્ષકો અને પ્રોફેસર્સને જ્ઞાન અધિકાર સભામાં સંબોધી રહ્યા હતા. આ સમયે એક મહિલા પ્રોફેસર રંજના અવસ્થી તેમને ભેટીને રડી પડ્યા હતા. રંજના અવસ્થી પાછલા 22 વર્ષથી એડ. હોક પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેમની પાસે પી.એચડી હોવા છતા તેમને ક્યારેય ફૂલ સેલેરી અથવા મેટરનિટી જેવા કોઈ સરકારી લાભ નથી મળ્યા. તેમણે ગુજરાત મોડેલ અંતર્ગત શિક્ષકો સાથે થતા અન્યાયને જાહેર કર્યો છે. રંજનાએ કહ્યું કે, ‘હું અમારી મુશ્કેલી માટે ભાજપના ઉચ્ચ કક્ષાના મંત્રીઓ અને નેતાઓને મળી હતી પણ તે લોકોએ ફક્તને ફક્ત રાહ જોવડાવ્યા સીવાય કશું કર્યું નથી.
હું થાકી અને હારી ગઈ હતી પરંતુ જ્યારે રાહુલ ગાંધીને મળી તો મારાથી રહી શકાયું નહીં અને હું એકદમ રડી પડી. હું તેમને પહેલીવાર જ મળી હતી પરંતુ મને લાગ્યું કે હું જાણે તેમને વર્ષોથી ઓળખતી હોઉં. તેઓ મારા નાના ભાઈ જેવા લાગ્યા હતા.’તેમણે કહ્યું કે, ’21 વર્ષ મે સેવા આપ્યા બાદ હવે અમારી પાસે પાર્ટટાઇમ પ્રોફેસર માટે સરકારે ફોર્મ ભરાવ્યા છે. હવે તેઓ અમને ફિક્સ પે કેટેગરીમાં મુકવા માગે છે. હું એક જ નથી અમારા જેવા રાજ્યભરમાં 122 વ્યક્તિઓ છે. સરકાર અમને રુ.12000ના માસિક ફિક્સ વેતન સાથે પાંચ વર્ષ સુધી કામ પર રાખવાની નવી પોલિસી લાવી છે. પાંચ વર્ષ પછી નવી પોલિસી નહીં લાવે તેની શું ખાતરી.