શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 1 નવેમ્બર 2017 (12:28 IST)

રાહુલગાંધી જંબુસર પહોચ્યા, રસ્તામાં ઠાકોરસેનાએ ભવ્ય સ્વાગત કર્યું

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ત્રીજા તબક્કાના ગુજરાત પ્રવાસનો વડોદરાથી શરૂ થયો હતો. ત્રણ દિવસ સુધા ચાલનારા આ પ્રવાસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પ્રવાસ કરશે. વડોદરાથી સવારે સડક માર્ગે નીકળેલા રાહુલ ગાંધી જંબુસર ખાતે પહોંચ્યા છે. અહીંથી તેઓ જાહેરસભાને સંબોધવાનું શરૂ કરશે. ત્યારબાદ સમની,દયાદરા, ભરૂચ, અંકલેશ્વર, વાલિયા થઈને ઝંખવાવથી સુરત જિલ્લામાં પ્રવેશ કરશે. દિવસ દરમિયાન ઠેર ઠેર જાહેરસભાને સંબોધિત કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન કૉંગ્રેસ ઉપાધ્યક્ષ પાટીદારો, ઠાકોરો, મહિલાઓ, ખેડૂતો સહિતના વિવિધ વર્ગ સાથે બેઠક કરશે. સાથોસાથ જાહેરસભાઓ પણ ગજવશે.જબુંસર જતી વખતે રસ્તામાં પાદરા ખાતે ઠાકોર સેનાએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ સયમે અલ્પેશ ઠાકોર પણ ત્યાં પહોંચ્યો હતો. રાહુલ ગાંધી આજે જંબુસર, દયાદરા અને અંકલેશ્વરમાં જાહેરસભાને સંબોધિત કરશે. રાહુલ ગાંધી વડોદરાની ખાનગી હોટલમાં ટૂંકુ રોકાણ કર્યુ છે. હોટલની બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત, વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને ઋત્વીજ જોષી સહિતના નેતાઓ પણ હોટલ પર પહોંચી ગયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ રાહુલ ગાંધીને જોવા માટે પહોંચ્યા છે. રાહુલ ગાંધી વડોદરાથી જબુંસર જવા રવાના થયા છે. રાહુલ ગાંધી ગુજરાતમાં 6 જાહેરસભા કરશે. ઉપરાંત 11 મીટિંગ, સંવાદ જેવી નાની સભા કરશે. તેઓ જંબુસરથી સવારે 11 કલાકથી પ્રવાસનો આરંભ કરશે અને તા. 3જીએ રાત્રે સુરતમાં યાત્રા પૂર્ણ કરશે. તેમના પ્રવાસ દરમિયાન લગભગ 28 જેટલા વિધાનસભાના વિસ્તારને સીધા આવરી લેવામાં આવ્યા છે. તેઓ યાત્રામાં પાટીદાર ખેડૂતો, બેરોજગારીના મુદ્દે યુવાનો, જમીન અધિકાર, આદિવાસી, મહિલા સ્વાભિમાન, આશા વર્કરો, વેપાર-ઉદ્યોગ વર્ગ સાથે સંવાદ અને તેમના પ્રશ્નોને વાચા આપશે.