સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (12:22 IST)

જ્યારે અઝાનનો અવાજ સાંભળીને PM મોદીએ અટકાવ્યું ભાષણ

ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકો એક પછી એક જંગી રેલીઓ સંબોધી રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી, પ્રાચી, પાલીતાણા અને નવરાસીમાં પ્રચાર કર્યો હતો.વડાપ્રધાન મોદી જ્યારે નવસારીમાં લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે તેમને નજીકની કોઈ મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાવ્યો. સાંજની મગરિબની નમાઝનો સમય થયો હોવાને કારણે મસ્જિદમાં અઝાન થઈ રહી હતી. નરેન્દ્ર મોદીએ અઝાનનું માન રાખવા માટે 3-4 મિનિટ સુધી ભાષણ અટકાવી દીધુ હતું.

2016માં પણ પશ્ચિમ બંગાળના ખડગપુરમાં એક ઈલેક્શન રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ પાંચ મિનિટ માટે અટકાવ્યુ હતું. તેમણે પછીથી જણાવ્યું કે, હું કોઈની પણ પ્રાર્થનામાં અડચણ ઉભી કરવા નથી માંગતો. માટે મેં ભાષણ થોડી વાર માટે રોકી દીધું.