સુરતમાં હાર્દિક પટેલની રેલી મામલે ચૂંટણી પંચે કોંગ્રેસના પાંચ ઉમેદવારોને નોટીસ ફટકારી
હાર્દિક પટેલની રેલીનાં મામલે કોંગ્રેસનાં 5 ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે. હાર્દિકની આ રેલીનો ખર્ચો 5 ઉમેદવારોનાં નામે ગણવા અંગે નોટીસ આપવામાં આવી છે. સુરત-ઉત્તર, કામરેજ, વરાછા, કરંજ અને કતાર ગામ બેઠક પરનાં ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને લઇ પૂરાં જોરશોરથી પ્રચાર-પ્રસાર ચાલી રહ્યાં હતાં.
જો કે હવે આચાર સંહિતાને લઇ બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર દરેક પક્ષ દ્વારા બંધ થઇ ગયો છે. પરંતું PAAS આગેવાન અને પાટીદાર આંદોલન સમિતિનાં પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા ભવ્ય રેલીઓ યોજવામાં આવે છે અને જાહેરસભાઓ પણ કરવામાં આવે છે. ત્યારે હાર્દિક પટેલની સુરતની રેલીને લઇ તેનો ખર્ચ કોંગ્રેસનાં 5 ઉમેદવારો પર ગણવામાં આવે. કોંગ્રેસનાં 5 ઉમેદવારોનાં નામે હાર્દિકની આ રેલીનો ખર્ચ ગણવામાં આવે તેવી ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે.