સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (14:49 IST)

સુરતના વરાછામાં ભાજપના કાર્યકરોએ પોલીસ પ્રોટેક્શન સાથે પ્રચાર કર્યો

વરાછામાં ચૂંટણી પ્રચારને  ભાજપના કાર્યકરોનો પાટીદારો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુરૂવારે સર્જાયેલી માથાકુટ બાદ આજે વરાછાની પૂર્વી સોસાયટીમાં પોલીસ રક્ષણ વચ્ચે ભાજપીઓ ડોર ટુ ડોર કેમ્પેઈન માટે નીકળ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યાં હતાં. આ અંગે ભાજપી નેતાઓએ જણાવ્યું હતું કે, અમે કોઈ રક્ષણ માંગ્યુ નથી પરંતુ પોલીસની જીપ પેટ્રોલિંગ માટે નીકળી હતી. વરાછા વિસ્તારમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોની સ્થિતિ કફોડી બની ગઈ છે. રોજે રોજ પાસ દ્વારા ભાજપી નેતા અને કાર્યકરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્રણેક દિવસથી શરૂ થયેલા ભાજપના ડોર ટુ ડોર અભિયાનમાં મોટા વરાછાથી અમરોલીના ધારાસભ્યને પાસે વિરોધ કરી ભગાડ્યા બાદ ગુરૂવારના રોજ અમુક વિસ્તારમાં ઈંડા ફેંકાવાની સાથે સાથે વિરાટનગર સોસાયટીમાંથી ભાજપીઓને પ્રવેશબંધી કરાઈ હતી. તો કતારગામ વિસ્તારમાં ભાજપ કે કોંગ્રેસે મત માંગવા ન આવવાના બેનર લાગ્યાં છે. ત્યારે શુક્રવાર(આજે) પોલીસ પ્રોટેક્શન સાથે ભાજપી નેતાઓ પ્રચાર કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં પણ કુતૂહલતા છવાઈ ગઈ હતી.