ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજે કોંગ્રેસનો પ્રચાર કર્યો
ગુરૂવારે ભાવનગરમાં નરેશ પટેલે જીતુ વાઘાણી સાથે બેઠક કરી હતી ત્યારે નરેશ પટેલનું ભાજપને સમર્થન હોવાની ચર્ચા બેઠકમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ અંગે ખોડલધામના પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપને સમર્થન આપ્યું તેવી કોઇ વાત જ બેઠકમાં થઇ નથી. નરેશ પટેલને દરેક પક્ષના નેતા મળે છે અને નેતાઓ પોતપોતાની રીતે નિવેદનો આપે છે. નરેશ પટેલ પણ આ અંગે મૌન રહે છે. ત્યારે બીજી તરફ નરેશ પટેલના પુત્ર શિવરાજે ગઇકાલે રાજકોટ 68 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં ભાષણ આપ્યું હતું.
જેમાં તેણે મિતુલ દોંગાને પોતાનું સમર્થન હોવાનું જણાવ્યું હતું. મિતુલ દોંગાની સભામાં શિવરાજે કહ્યું હતું કે, હું પહેલા જ ચોખવટ કરી દઉં કે હું મારા વ્યક્તિગત સંબંધોનવે લઇને આવ્યો છું. કોઇ સંસ્થા કે ટ્રસ્ટ કે વ્યક્તિઓના કહેવાથી આવ્યો નથી. મારે તેની વાત પણ નથી કરવી. મિતુલભાઇ સાથે મારે વર્ષો જૂનો નાતો છે. તેણે ડગલેને પગલે મને માર્ગદર્સન આપ્યું છે. આજે નક્કી કર્યું હતું કે, જે થાય તે એકવાર તો મિતુલભાઇ માટે પ્રચાર કરવો છે. મિતુલભાઇને વ્યક્તિગત મારૂ સમર્થન છે.