ગુજરાતમાં હાર્દિકના મોટા બોલ...સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજેપી 10 સીટ પણ જીતશે તો હુ આંદોલન પાછુ ખેંચી લઈશ
ઇડર તાલુકાના બડોલી ગામમાં ગુરૂવારે બપોરે યોજાનાર જાહેર સભામાં લોકો ત્રણ કલાક સુધી બેસી રહ્યા બાદ સાંજે 6 વાગ્યે આવી પહોંચેલ હાર્દિક પટેલે માત્ર ત્રણ મિનિટમાં ભાષણ આટોપી લઇ સ્ટેજ પરથી ઉતરી જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને નિરાશા જોવા મળી હતી અભિનેતા લાવવાનો નથી. સારો નેતા લાવવાનો છે તથા ઇડરીયાગઢ તરીકે ઓળખાતો ગઢ અત્યારે જોવા મળતો નથી તેમ કહી જેને સાંભળવું હોય તે વિરપુર પહોંચો તેમ કહી સ્ટેજ પરથી ઉતરી પડ્યો હતો અને વિરપુર જવા રવાના થઇ ગયો હતો. જેને કારણે હાજર રહેલ લોકોમાં રોષ પેદા થયો હતો.
ગુજરાતની જનતા સાથે કરેલા અન્યાય અને પોતાના ઘમંડના કારણે ભાજપ 2017ની ચૂંટણી હારશે તેવો દાવો કરતા ગઈકાલે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા ખાતે યોજાયેલી જનસભામાં ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, ‘જો ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છની 54 સીટોમાંથી 10 સીટો પણ મેળવશે તો હું આંદોલન પુરું કરી દઈશ.’ઈડરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરતા હાર્દિકે કહ્યું કે, ‘મેં સૌરાષ્ટ્રમાં લાંબા સમય સુધી પ્રચાર કર્યો છે અને અહીંના લોકોમાં ભાજપ સરકાર વિરુદ્ધ અસંતોષની ભાવના પ્રબળ છે. હું તમને કહી શકું કે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની કુલ 54 સીટોમાંથી ભાજપ 10 સીટ પણ જીતવામાં સફળ થાય તો હું મારું આંદોલન પાછું ખેંચી લઈશ. આ વિસ્તારોમાં પ્રથમ તબક્કા માટે ચૂંટણી યોજાવાની છે. હાર્દિકે લોકોને સ્પષ્ટપણે અપક્ષ કે NCPને પણ વોટ નહીં આપવાની અપીલ કરી હતી. મુખ્ય સંઘર્ષ માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. તેથી જો તમે ભાજપને વોટ નથી કરી રહ્યા તો એકમાત્ર વિકલ્પ કોંગ્રેસ જ છે.’હાર્દિકે રાવણનું ઉદાહરણ આપીને કહ્યું કે, ‘રાવણ અહંકારી થઈ ચૂક્યો હતો. લંકા વિકસિત હતી, પરંતુ રાવણનો અહંકાર તેના માટે વિનાશક પુરવાર થયો. આખું ગુજરાત સત્તાના નશામાં ચૂર લોકોને હરાવવાના મૂડમાં છે, જેઓ લાંબા સમયથી લોકો સાથે અન્યાય કરી રહ્યા છે. ભાજપની હાર નિશ્ચિત છે.