હાર્દિક પર બમભાનિયાનો આરોપ.. હાર્દિકે કરી લીધી રોબર્ટ વાડ્રા સાથે ડીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના અંતિમ ચરણના પ્રચારના અંતિમ દિવસે હાર્દિક પર તેમના અસંતુષ્ટ સાથી દિનેશ બમભાનિયાએ આરોપ લગાવ્યો છે કે હાર્દિકે કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા સાથે મુલાકાત કરી હતી..
રાહુલ અને વાડ્રા સાથે થયેલ મુલાકાતનો ખુલાસો કરે હાર્દિક
બમભાનિયાએ હાર્દિક પ્ર ઓક્ટોબરમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં રાહુલ ગાંધીની સાથે પોતાની ગોપનીય બેઠક વિશે પાટીદાર અનામત આંદોલન સમિતિના કોર સભ્યોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો. સમિતિએ જ અનામત આંદોલનનુ સંચાલન કર્યુ હતુ .. તેમણે કહ્યુ કે હાર્દિકે એ સ્પષ્ટ કરવુ જોઈએ કે રાહુલ ગાંધી અને વાડ્રા સાથે આ મુલાકાત દરમિયાન શુ વાતચીત થઈ.
હાર્દિકે કર્યો વાડ્રા સાથે સોદો
બમભાનિયાએ કહ્યુ.. પાસના સભ્યો દ્વારા અનેકવાર પૂછવામાં આવ્યા છતા પણ હાર્દિકે ક્યારેય ખુલાસો ન કર્યો કે રાહુલ ગાંધી સાથે એ બેઠકમાં શુ વાતચેત થઈ. હાર્દિક દિલ્હીમાં રોબર્ટ વાડ્રાને પણ મળ્યા. ત્યારે પણ કોઈ સ્પષ્ટીકરણ ન આવ્યુ. શુ વાડ્રા સાથે કોઈ સોદો થયો. કોંગ્રેસ અને હાર્દિકે આ વાતથી ઈનકાર કર્યો હતો કે ઓક્ટોબરમાં એયરપોર્ટની પાસે કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં રાહુલ સાથે હાર્દિકની મુલાકાત થઈ હતી.
કોગ્રેસના પક્ષમાં હાર્દિક
પ્રથમ તબક્કાના ચૂંટણીના એક દિવસ પહેલા આઠ ડિસેમ્બરે બમભાનિયાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની ગુજરાત એકમે સ્પષ્ટ નથી કર્યુ કે તે પાટીદારોને કેવી રીતે અનામત આપશે.. અને હાર્દિક પણ કોઈ સોદાને કારણે પાર્ટીના પક્ષમાં હતા.