ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : બુધવાર, 20 ડિસેમ્બર 2017 (16:08 IST)

જિગ્નેશ બોલ્યા - પીએમ મોદી બોરિંગ થઈ ગયા છે..હિમાચલ જઈને હાડકાં ગાળો

ગુજરાતની ચૂંટણી ભલે ખતમ થઈ ગઈ હોય પણ હજુ પણ નેતાઓ એકબીજા પર જુબાની વાર કરવા બંધ નથી થયા.. પહેલા પ્રધાનમંત્રી નરેન્દ મોદીએ જીત પછી કહ્યુ કે ગુજરાતને કેટલાક લોકોએ જાતિગત રાજનીતિમાં બીજી વાર લાવીને ઉભુ કર્યુ છે. પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે બીજેપીને ગુજરાતમાં ઝટકો લાગ્યો છે અને હવે ગુજરાતના ત્રણ યુવા નેતાઓએ પીએમ મોદી પર હુમલો બોલ્યો છે.  ચૂંટણી પરિણામો પછી ત્રણેય યુવા નેતાઓએ આજતક સાથે વાતચીત કરી. આ દરમિયાન દલિત નેતા જીગ્નેશ મેવાણીએ તો પીએમ મોદીને રાજનીતિમાંથી રિટાયર થવાની સલાહ આપી દીધી છે. 
 
મેવાણી બોલ્યા - બોરિંગ થઈ ગયા છે મોદી.. રિટાયર થઈ જાય 
 
દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે પીએમ મોદી હવે વૃદ્ધ થઈ ગયા છે. બીજી બાજુ તેઓ પોતાના જૂના બોરિંગ ભાષણ લોકોને સંભળાવી રહ્યા છે.  તેમને હવે બ્રેક લેવો જોઈએ અને રિટાયર થઈ જવુ જોઈએ. અમે તેમને વિકાસ અને નોકરીના મુદ્દે ચેલેંજ કર્યુ હતુ. 
 
મેવાણીએ કહ્યુ કે હવે લોકોને મોદી પર નહી પણ હાર્દિક અલ્પેશ કનૈયા કુમાર પર વિશ્વાસ છે. તેમણે કહ્યુ કે 2019ના ચૂંટણી પરિણામોમાં દલિત સમાજના લોકો બીજેપી વિરુદ્ધ વોટ આપશે.  મેવાણીએ કહ્યુ કે ચૂંટણીમાં ભલે જ બીજેપી જીતી હોય પણ અમારી નૈતિક જીત થઈ છે. જિગ્નેશે કહ્યુ કે મોદીજીએ હિમાચલ પર જવુ જોઈએ અને ત્યા જઈને હાડકા ગાળવા જોઈએ. 
 
 
હાર્દિક બોલ્યા - BJP ને શુભેચ્છા નહી આપુ 
 
હાર્દિકે કહ્યુ કે હુ બીજેપીને જીત માટે શુભેચ્છા નહી આપુ. હુ ખુશ છુ કે 25 વર્ષ પછી ગુજરાતમાં એક વિપક્ષ ઉભો થયો છે. હુ કોઈ નેતા નથી. પણ  આંદોલનકારી છુ. જિંગેશ અને અલ્પેશ વિધાનસભામાં જઈને જનતાનો અવાજ ઉઠાવીશુ એવી આશા છે. અલ્પેશ ઠાકોરને હુ અપીલ કરીશ કે એ પાટીદાર અનામતનો મુદ્દો વિપક્ષના નાતે ઉઠાવે. 
 
150 વાળાને 99 પર લઈ આવ્યા - અલ્પેશ ઠાકોર 
 
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે અમે સદનમાં જઈશુ તો ઈમાનદાર લોકોની અવાજ મુકીશુ. જે લોકો ચૂંટણી પહેલા 150+ની વાત કરી રહ્યા હતા તેમને અમે 99 પર લાગ્યા છે. કોંગ્રેસને 46થી 80 પર લઈ આવ્યા છીએ. આ વખતે અમે લડ્યા તો છીએ. 
 
ઉલ્લેખનીય છે કે બીજેપી તો ગુજરાતમાં 150 સીટ જીતનો દાવો કરી રહી હતી પણ ગુજરાતની જનતાએ આ બડબોલા દાવાની હવા કાઢીને બીજેપીને 99 મા લાવી દીધી છે. જનતાએ ગુજરાતને પૂર્ણ બહુમતવાળી સરકાર તો આપી સાથે જ મજબૂત વિપક્ષ પણ આપી દીધો.