શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: રવિવાર, 17 ડિસેમ્બર 2017 (14:49 IST)

ગુજરાત ચૂંટણીના પરિણામ પર કેમ ટકી છે ચીનની નજર ?

જે રાજ્યે નરેન્દ્ર મોદીને એક નેતાના રૂપમાં સ્થાપિત કર્યા.. આગામી પાંચ વર્ષ માટે તેને એકમાન કોના હાથમાં રહેશે.. આ વાતનો નિર્ણય સોમવારે બપોર સુધી થઈ જશે.. 
 
દેશભરના લોકોની નજર આ પરિણામો પર ટકી છે. ગુજરાતને લઈને લોકોનો રસ કેટલો વધ્યો છે એ વાતની જાણ તેના પરથી થાય છે કે આ દિવસે હિમાચલ પ્રદેશનુ પરિણામ પણ આવવાનુ છે પણ તેનો ઉલ્લેખ ખૂબ જ ઓછો થઈ રહ્યો છે. 
 
અને એવુ નથી કે ગુજરાત પર ફક્ત દેશની નજર છે. ભારતના પડોશી દેશ પણ આમા રસ બતાવી રહ્યા છે.  ગુજરાત ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો ઉલ્લેખ આવ્યો પણ તેના પરિણામોમા ચીન ખૂબ આતુરતા બતાવી રહ્યુ છે. 
 
ચીનને આતુરતા કેમ ?
 
ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના ગુરૂવારે છપાયેલ લેખ આ તરફ ઈશારો કરે છે. 
 
જેમા લખવામાં આવ્યુ છે કે "ભારતના ગુજરાત રાજ્યમાં ગુરૂવારે બીજા તબક્કાનુ મતદાન સંપન્ન થયુ અને ચીનમાં અનેક માહિતગાર આના પર ઝીણી નજર ટકાવી બેસ્યા છે. જેના પરિણામ સોમવારે આવવાના છે."
 
ગુજરાત ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુધારવાદી એજંડાને લઈને ભારતીય મતદાતાઓના વલણની અગ્નિપરીક્ષા છે અને ભારત સાથે ચીનની વધતી રાજનીતિક નિકટતાને કારણે  આ ચીન માટે ગંભીર ચિંતાનો વિષય છે. 
 
મોદીની ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ચૂંટણી હારથી બચવા માટે ગંભીર કોશિશ કરી રહી છે.. વર્ષ 2014માં પ્રધાનમંત્રી બનતા પહેલા મોદી આ રાજ્યમાં 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા છે."
 
"મોદીના 'મેક ઈન ઈંડિયા' જેવા અભિયાન અને જીએસટી જેવા આર્થિક સુધારાને 'ગુજરાતના વિકાસ મોડલ'ને આગળ વધારનારુ કહેવામાં આવે છે. જેના વિશે મોદીએ કહ્યુ હતુ કે તેઓ દેશમાં પણ આને લાગૂ કરશે."
 
જો કે નરેન્દ્ર મોદીના સુધારાને બીજા રાજનીતિક દળ અને કેટલાક અર્થશાસ્ત્રીઓની આલોચનાનો પણ સામનો કરવો પડ્યો પણ ગુજરાત મોડલની સમીક્ષા કરવામાં સૌથી દક્ષ ગુજરાતની જનતા છે. 
 
ચીની કંપનીઓ પર આસર 
 
ચૂંટણીના પરિણામ જે પણ આવે.. મોદીના સુધારવાદી એજંડાને લાગૂ કરવાથી જોડાયેલ જનતાની રાય પર તેની ખૂબ અસર થશે. ચીનના રોકણમાં નફો થયો છે અને વર્ષ 2016માં ભારતમાં તેનું પ્રત્યક્ષ રોકાણ ગયા વર્ષથી અનેકઘણુ વધ્યુ છે.. 
 
ભારતના આર્થિક સુધારા સાથે જોડાયેલ શક્યતા શિયોમી અને ઓપ્પો જેવી ભારતમાં કામ કરનારી ચીની કંપનીઓ સાથે સીધી જોડાયેલી છે. 
 
જો ભાજપા ગુજરાત ચૂંટણીમાં ધમાકેદાર જીત  નોંધાવે છે તો મોદી સરકાર આથિક સુધારાને લઈને અને આક્રમક થશે અને ભારતની જેમ ચીનની  કંપનીઓમાં પણ ફેરફાર દેખાશે.. 
 
જો ભાજપા હારી તો શુ થશે ? 
 
પણ  જો બીજી તરફથી જોઈએ  અને ગુજરાતમાં ભાજપા હારે છે તો આ એ આર્થિક સુધારા માટે મોટો ઝટકો સાબિત થશે જે મોદી સરકારે શરૂ કર્યા છે. 
 
એ પણ શક્ય છે કે ગુજરાતમાં ભાજપાની હારની અસર બીજા રાજ્યોના મતદાતાઓ પર પણ પડે અને કોઈ મોટી અસરથી બચવા માટે મોદીના આર્થિક સુધારાને વચ્ચે જ છોડી દેવામાં આવે. 
 
જો ભાજપા ગુજરાત ચૂંટણી જીતવામાં સફળ રહે છે પણ તેની બહુમત પર અસર પડે છે તો ભારતના સુધારાને લઈને સંકટના વાદળ જોવા મળી શકે છે. 
 
પરિણામ પર નજર રાખવાની વાત 
 
ગુજરાતમાં ભાજપાની હારની આશંકા પર બજારમાં ભય ભારતના આર્થિક સુધારામાં કમીને રેખાંકિત કરે છે. 
 
લોકોને એ વાત પર શંકા છે કે આ સુધારાથી દેશના નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ફાયદો નથી મળી રહ્યો. સરકારે રસ્તો કાઢવો જોઈએ કે આ સુધારાથી સામાન્ય લોકોનુ સમર્થન મળે. 
 
ચીન અને ભાજપાના ગુજરાત અભિયાન પર નિકટની નજર રાખવી જોઈએ. ભારતમાં કામ કરનારી કંપનીઓને લાંબા સમયે આર્થિક નીતિયોમાં શક્યત ફેરફારો અને આગામી અઠવાડિયામાં પરિણામના એલાન પછી ભારતના ફાઈનેંશિયલ બજારોમાં ઉથલ પાથલ માટે તૈયાર રહેવુ જોઈએ.