શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (12:15 IST)

એબીપી ન્યૂઝના સર્વેમાં ભાજપને ૯૫ - કોંગ્રેસને ૮૨ બેઠકો મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજકીય મુકાબલો ઘણો રસપ્રદ થઈ ગયો છે. એબીપી ન્યૂઝ-સીએસડીએસના ઓપિનિયન પોલ મુજબ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પોલમાં બંને પક્ષોને ૪૩-૪૩ ટકા વોટ મળી રહ્યા છે. તો, ૧૪ ટકા વોટ અન્યને મળી શકે છે. જોકે, કાંટાની ટક્કર છતાં ૧૮૨ બેઠકોની વિધાનસભામાં ભાજપને ૯૫ બેઠકો મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસને ૮૨ બેઠકો મળવાની શકયતા છે, જયારે ૫ બેઠકો અન્યને મળી શકે છે.

પોલમાં જે રૂઝાન સામે આવ્યા છે, તેમા સૌથી મોટો ઝટકો હાર્દિકને લાગ્યો છે. અનામતની માગને લઈને રાજયમાં એક નવા ચહેરા તરીકે ઊભરેલા હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપ્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપની વોટબેંકમાં ફાચર પડી શકે છે. તાજેતરમાં જ હાર્દિકની વિવાદીત સીડી સામે આવ્યા બાદ ફરી એકવખત રાજયમાં રાજકીય સમીકરણ રોમાંચક બનતા જોવા મળી રહ્યા છે. પોલ મુજબ, પટેલ સમુદાયમાં જ હાર્દિકની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. તેનું નુકસાન જો તેને થાય છે, તો સાથે કોંગ્રેસને પણ થશે. પોલમાં ભાજપને શહેરી વિસ્તારોમાંથી, જયારે કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુ સમર્થન મળી શકવાની શકયતા વ્યકત કરાઈ છે. ગત મહિને એબીપી-સીએસડીએસના પોલમાં ભાજપને લગભગ ૧૧૩-૧૨૧ બેઠકો, જયારે કોંગ્રેસને ૫૮-૫૪ બેઠકો મળવાની શકયતા વ્યકત કરાઈ છે. પોલમાં વિજય રૂપાણીને આગામી સીએમના રૂપમાં જોઈ શકાય છે. સર્વેની ખાસ વાત પર નાખીએ નજર. જીએસટીને પગલે ભાજપની નાખુશ વેપારીઓ આ વખતે કોંગ્રેસ તરફ ઝૂકતા જોવા મળી રહ્યા છે. પોલ મુજબ કોંગ્રેસને જયાં ૪૩ ટકા વોટ મળી શકે છે, તો ૪૦ ટકા વેપારીઓ કરી શકે છે ભાજપ માટે વોટ. પોલમાં એમ પણ સામે આવ્યું છે કે, માત્ર ૩૭ ટકા વેપારી જીએસટીથી ખુશ છે, જયારે ૪૪ ટકા વેપારી તેનાથી નાખુશ. પાટીદાર સમાજ પણ કોંગ્રેસ તરફ જઈ શકે છે. કોળી સમાજમાં ભાજપને કોંગ્રેસની સરખામણીમાં ૨૬ ટકા વોટ વધુ મળી શકે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જયાં ભાજપને ૪૫ ટકા વોટ મળવાની શકયતા છે, તો કોંગ્રેસની ગાડી ૩૯ ટકા વોટો પર અટકી શકે છે. એબીપી-સીએસડીએસના ગત મહિનાના પોલમાં બંને પાર્ટીઓના ખાતામાં ૪૨ ટકા વોટ જતા જોવા મળી રહ્યા છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ૪૩ ટકા અને કોંગ્રેસને ૪૯ ટકા વોટ મળવાની શકયતા પોલમાં વ્યકત કરાઈ છે. શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ (૩૦ ટકા) કરતા ભાજપ (૪૬ ટકા) લગભગ ૧૬ ટકા વધુ વોટ મેળવી શકે છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ નીકળતી જોવા મળી રહી છે. અહીં ભાજપને ૪૫ ટકા અને કોંગ્રેસને ૪૯ ટકા વોટ મળી શકે છે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં ૫૬ ટકા વોટ સાથે કોંગ્રેસ ભાજપ (૪૧ ટકા)થી આગળ છે, જયારે શહેરી વિસ્તારોમાં ભાજપ (૫૦ ટકા) કોંગ્રેસ (૪૧ ટકા) આગળ છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ આગળ રહેતા ૪૨ ટકા પર અને ભાજપ ૪૦ ટકા વોટો પર દેખાઈ રહ્યા છે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ ૪૪ ટકાની સાથે કોંગ્રેસ (૪૨ ટકા)થી આગળ છે, જયારે શહેરી વિસ્તારોમાં ૪૩ ટકા વોટો સાથે ભાજપ (૩૬ ટકા)થી કોંગ્રેસ આગળ છે. મધ્ય ગુજરાતમાં ભાજપ (૪૧ ટકા) સાથે કોંગ્રેસ (૪૦ ટકા)થી સામાન્ય આગળ જોવા મળી રહી છે.