Gir Somnath News - ગીર-સોમનાથ જિ.પ.ના ઉપ પ્રમુખે નોંધાવી અપક્ષ ઉમેદવારી, ભાજપમાં ભડકો
ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ બાબુ પરમારે ગુરૂવારે વિધિવત રીતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું. અગાઉ તેમણે આયાતી ઉમેદવારોના સ્થાને સ્થાનિક કાર્યકરોને ટિકિટ આપવામાં આવે તેવા માગ કરી હતી પરંતુ કોઇ યોગ્ય ઉત્તર નહીં મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. બાબુ પરમાર ઉપરાંત જિલ્લામાંથી ભાજપના મહામંત્રી સહિતના 12 દાવેદારો અપક્ષમાં જોડાયા છે. જેના કારણે ભાજપમાં જે ઉથલ પાથલ થઇ છે
તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે અને પક્ષને નુક્સાન પણ થઇ શકે છે. બાબુ પરમારે જણાવ્યું હતું કે, તાલાલા વિધાનસભા બેઠક પર સ્થાનિક કાર્યકરોની માગ હોવા છતાં પણ પાર્ટી તરફથી આયાતી ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવે છે, આ અંગે મે પાર્ટીમાં રજૂઆત કરી હતી, પરંતુ મને યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હોવાથી મે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ગીર-સોમનાથના જિલ્લા પ્રમુખ ઝવેરી ઠકરારે જણાવ્યું કે, તેમને કોઇ સત્તાવાર માહિતી ન હોવાનું જણાવી આ બાબતે બાબુ પરમાર સાથે વાટાઘાટો કરવામાં આવશે તેમ કહ્યું હતું.