સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : બુધવાર, 6 ડિસેમ્બર 2017 (13:19 IST)

જનસંપર્ક યાત્રા દરમિયાન જિજ્ઞેશ મેવાણીના કાફલા પર હૂમલો કરાયો

દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હવે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યો છે. આ સમયે તે સામા પ્રવાહે ચાલતો હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. વડગામની આસપાસના અનેક ગામડાઓમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે  સોમવારે પોતાના વડગામ મતક્ષેત્રમાં આવેલા જુદા જુદા ગામોમાં પ્રચાર કાર્ય કરી રહ્યો હતો તે દરમ્યાન ટાકરવાડા અને પટોસણ ગામમાં વાહનો પર પથ્થરો ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે ગઢ પોલીસે તાત્કાલિક પટોસણ પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.

જન સંપર્ક યાત્રા ટાકરવાડા ગામમાં પહોંચી હતી જ્યાં  મેવાણીની પાછળની કાર પર પથ્થર વડે હુમલો થતા મેવાણીએ પોતાના કાફલા પર થયેલા હુમલાની પ્રથમ જાણ ટ્વીટરથી કરી હતી બાદમાં પટોસણ ગામમાં  મેવાણીનાં કાફલા પર ઠાકોર સેનાના આગેવાનના વાહન પર પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચડવાની કોશિષ કરી હતી. આ મામલાની જાણ ગઢ પોલીસને થતા એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહુચી હતી. મેવાણીએ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.