ગણેશોત્સવના પહેલા દિવસે પર્સમાં મુકો ખાસ દોરો, ખૂબ ટકશે પૈસો
25 ઓગસ્ટ સોમવારથી દસ દિવસીય ગણેશોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. આમ તો પ્રથમ પૂજ્ય ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના સદેવ શુભ ફળદાયી છે. પણ આ દસ દિવસોમાં કરવામાં આવેલ પૂજન અત્યાધિક પુણ્યદાયી હોય છે.
વર્ષભરમાં પડનારી ચતુર્થીયોમાં આ દિવસે ઉજવાતી ચતુર્થીને સૌથી મોટી ચતુર્થી માનવામાં આવે છે. આમ તો વર્ષભરમાં પડનારી કોઈપણ ચતુર્થીને ગણપતિજીના પૂજન અને ઉપાસના કરવાથી ઘરમાં સમ્પન્નતા, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધનનો સમાવેશ થાય છે. પણ શાસ્ત્રોમાં આજની ચતુર્થીના દિવસે કરવામાં આવેલ વ્રત અને પૂજનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. તો આવો જાણીએ કેવી રીતે કરશો ગણેશ ચતુર્થી પૂજન.
- ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી શુદ્ધ થઈને શુદ્ધ કપડા પહેરો. આજના દિવસે લાલ રંગના વસ્ત્ર પહેરવા અતિ શુભ હોય છે.
- ગણપતિનુ પૂજન શુદ્ધ આસન પર બેસીને અને તમારુ મોઢુ પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ કરીને કરો.
- પંચામૃતથી શ્રી ગણેશને સ્નાન કરાવો. ત્યારબાદ કેસરિયા ચંદન, અક્ષત, દૂર્વા અર્પિત કરી કપૂર પ્રગટાવીને તેની પૂજા અને આરતી કરો. તેમને મોદકના લાડુ અર્પિત કરો. તેમને રક્તવર્ણના પુષ્પ વિશેષ પ્રિય છે.
- શ્રી ગણેશજીનુ શ્રી સ્વરૂપ ઈશાન કોણમાં સ્થાપિત કરો અને તેમનુ શ્રી મુખ પશ્ચિમ તરફ રહે તે રીતે બેસાડો.