શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (11:46 IST)

Ganesh Chaturthi- જાણો ગણપતિ સ્થાપના પૂજા વિધિ

ganesh chaturthi decoration
Ganesh sthapana Vidhi- ગણેશ ચતુર્થી પૂજા વિધિ (Ganesh Chaturthi Puja Vidhi in Gujarati): નારદ પુરાણ મુજબ ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીના રોજ વિનાયક વ્રત કરવુ જોઈએ. આ વ્રત (Ganesh Chaturthi Vrat Vidhi)કરવાના કેટલાક નિયમો છે જે નિમ્ન પ્રકારના છે. 
 
- આ વ્રતમાં આવાહ્ન, પ્રતિષ્ઠાપન, આસન સમર્પણ, દીપ દર્શન વગેરે દ્વારા ગણેશ પૂજા કરવી જોઈએ. 
- પૂજામાં દુર્વાનો સમાવેશ જરૂર કરો. 
- ગણેશજીના વિવિધ નામો સાથે તેમની આરાધના કરવી જોઈએ. 
- નૈવૈદ્યના રૂપમાં પાંચ લાડુ મુકો 
- આ દિવસે રાત્રે ચન્દ્રમાં તરફ ન જોવુ જોઈએ. એવુ માનવામાં આવે છે કે તેને જોવાથી જૂઠ્ઠાપણાનાં આરોપોનો સામમો કરવો પડે છે. 
- જો રાતના સમયે ચન્દ્રમાં દેખાય જાય તો તેની શાંતિ માટે પૂજા કરાવવી જોઈએ.