Fifa World Cup 2018 - રૂસના મેદાન પર જોવા મળશે ભારતની આ વસ્તુ, જેના વગર મેચ શક્ય નથી
રૂસમાં થવા જઈ રહેલ ફીફા વર્લ્ડ કપ 2018 દરમિયાન સાઈબર સિટી મતલબ ગુરૂગ્રામની એક વસ્તુ મેદાનમાં જોવા મળશે જેના વગર એક પણ મેચની કલ્પના પણ કરી શકાતી નથી.
ઉલ્લેખનીય છે કે આ વખતે વિશ્વકપમાં ગુરૂગ્રામની ફુટબૉલ પણ મેદાનમાં જોવા મળશે. ફીફાની ગાઈડલાઈનના મુજબ વિશેષ રૂપે ફુટબોલને માન્યતા મળી છે. આ ફુટબોલને વર્લ્ડકપ માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવી છે. જેને અન્ય દેશોની ફુટબોલ સાથે મેદાન પર સજાવાશે.
14 જૂનથી 15 જુલાઈ સુધી રૂસમાં થવા જઈ રહેલ ફીફા વર્લ્ડ કપ 2018 ને લઈને સમગ્ર વિશ્વમાં ધૂમ મચી છે. ફેડરેશન ઈંટરનેશનલ ડી ફુટબોલ એસોસિએશન (ફીફા) થર્મો સ્ટિચ ફુટબોલ સાથે મુકાબલો કરાવશે. વર્લ્ડ કપ પહેલા જ ફીફા તરફની નિયમ કાયદા પૂરા કરનારી ફુટબૉલ કંપનીઓ પાસેથી વિશેષ ફુટબૉલ મંગાવીને તેમને મેદાનમાં એક ડિસ્પ્લેના રૂપમાં મુકવામાં આવે છે.
ખાસ વાત તો છે કે ફિફાના મેદાન પર સાઈબર સિટીની ફુટબોલ પણ જોવા મળશે. ભારતની એકમાત્ર રમત ઉત્પાદ નિર્માતા કંપની કોસ્કો ઈંડિયા લિમિટેડને આ તક આપવામાં આવી છે. જેને લઈને ગુરૂગ્રામ સ્થિત કંપનીના મુખ્ય પ્લાંટ પર જોરદાર તૈયારી ચાલી રહી છે. કંપનીના પ્રોડક્શન મેનેજર અમિત જૈન મુજબ વર્તમાન સમયમાં થર્મો સ્ટિચ ફુટબૉલને ખેલાડી સૌથી વધુ પસંદ કરી રહ્યા છે.
વર્લ્ડ કપમાં થર્મો સ્ટિચ ફુટબોલના આધાર કંપનીને ફીફા તરફથી માન્યતા પ્રાપ્ટ મૉડલ પ્લેટિના ફુટબોલ મેદાનમાં જોવા મળશે. તેમણે જણાવ્યુ કે 2017માં ભારતમાં થયેલ અંડર 17 ફીફા વર્લ્ડ કપમાં પણ થર્મો સ્ટિચ ફુટબોલથી જ રમવામાં આવ્યુ હતુ.
આ છે ફીફાની ગાઈડલાઈન - ફેડરેશન ઈંટરનેશનલ ડી ફુટબોલ એસોસિએશન (ફીફા)ની ગાઈડલાઈન મુજબ બોલને બાઉંસ ટેસ્ટ, એયર રિટેનસિંગ ટેસ્ટ, શૂટિંગ ટેસ્ટ, સ્ફિરિસિટી (ગોળાઈ) ટેસ્ટ, ભાર ટેસ્ટમાંથી પસાર થવુ પડે છે. જેમા 68.5થી 69.5 સેંટીમીટર આકાર ઉપરાંત 420થી 445 ગ્રામ વજનની ફુટબોલને ફીફા તરફથી માન્યતા મળે છે.
મૈસ-રોનાલ્ડો મારશે ટેલસ્ટાર બૉલને કિક - અમિત જૈને જણાવ્યુ કે આ વખતે થમ્રો સ્ટિચ ફુટબોલ ઉપયોગમાં લેવાશે. જેને ટેલસ્ટાર બૉલ નુ નામ આપવામાં આવ્યુ છે. આ ફુટબોલ બ્યૂટાયલ બેલર (એક પ્રકારનુ રબર) પર ફોનની લેયરિંગ સાથે પેસ્ટિંગ આધાર પર પીયૂ બૉલ હોય છે. કિક મારતા આ હવામાં વધુ સ્વિંગ થવાની બદલે સીધી જાય છે.