શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (13:06 IST)

દિવાળી રેસીપી - બેસનની બરફી

સામગ્રી. - બેસન 2 કપ. દળેલી ખાંડ 1 1/2 કપ, રવો 1/4 કપ. કતરેલી બદામ 1/4 કપ. ડ્રાઈફ્રુટ, ઈલાયચી પાવડર 1/4 ચમચી. દેશી ઘી 3/4 કપ. 
 
બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી નાખો અને તેને તેજ આંચ પર ઓગાળો. જ્યારે ઘી ગર થઈ જાય ત્યારે ઘી માં બેસન અને રવો નાખો. તેને સારી રીતે મિસ્ક કરો અને ત્યા સુધી સેકો જ્યા સુધી તે સોનેરી રંગનો ન થઈ જાય. જ્યારે તે શેકાય જશે ત્યારે તેમાથી ખૂબ સરસ બેસનની સુગંધ આવશે.  આ હંમેશા ઘીમા તાપ પર શેકો. ધીમા તાપ પર બેસન સારુ શેકાય જાય છે. બળવુ ન જોઈએ.  શેકતી વખતે તેમા ગાંઠ પડે નહી તેનુ ધ્યાન રાખજો. હવે તેમા ઈલાયચી પાવડર અને બદામ કતરન નાખો અને સારી રીતે મિસ્ક કરો. હવે તેમા ખાંડ નાખો. તેને ફરી 3 મિનિટ સુધી સેકો જેથી ખાંડ થોડુ પાણી છોડે અને મિશ્રણ થોડુ પાતળું થાય. 3 મિનિટ પછી ગેસ બંધ કરો.  હવે સેકેલુ બેસન તૈયાર છે.  કોઈ થાળીમાં થોડુ ઘી લગાવી આ બેસન પાથરી દો. તેને ચમચી વડે પાથરીને ઉપર ઘી લગાવેલ વાડકી ફેરવી દો જેથી બરફી ઉપરથી લીસી થઈ જશે.  હવે એક કલાક માટે મુકી રાખો. એક કલાક પછી તેના ચોરસ ટુકડા કાપી લો.  તમે આ જ મિશ્રણના લાડુ પણ બનાવી શકો છો.  તૈયાર છે ઘરમા બનાવેલ બેસનની બરફી.