Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali History - વાઘબારસ કેમ ઉજવાય છે ? જાણો આ દિવસે સરસ્વતી માતાની આરાધના અને ગાયનુ પૂજન કરવાનો મહિમા

History of Vagh Baras celebration

રવિવાર, 5 ઑક્ટોબર 2025 (12:29 IST)
History of Vagh Baras celebration - વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. વાઘ બારસથી ઉંબરાના પૂજનની શરૂઆત થાય છે. વાઘ બારસને વસુ બારસ, વાક બારસ, પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાક બારસના પર્વમાં સરસ્વતી માતાની આરાધના અને ગાયનું પૂજન કરવાનો મહિમા છે. એવી લોકવાયકા છે કે ગૌમાતા આસો વદ બારસના જ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. એક માન્યતા એવી પણ છે કે કે  વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હોવાથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે.

 
દિવાળીના આ પર્વમાં વાઘ બારસને સત્તાવાર રીતે દિવાળી પ‌ર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે. વાઘ બારસના દિવસને ગૌવત્સ દ્વાદશી અથવા વસુ બારસ પણ કહેવાય છે. આ દિવસે શ્રી કૃષ્ણની સાથે સાથે ઈશ્વરનું સ્વરૂપ મનાતી વસુ એટલે ગાય માતાની પૂજાનું પણ મહત્વ રહેલું છે.
 
ભારતીય સંસ્કૃતિએ ગાય સાથે સ્વજન જેવો સંબંધ બાંધ્યો છે. પહેલાના સમયમાં લોકો પોતાની ગાયને નીરણ એટલે કે ઘાસ પાણી કરીને પછી જ જમવા બેસતા અને ગાયની ભાવભરી માવજત કરતા. શ્રી કૃષ્ણએ પણ ગાયને જીવનનું અંગ બનાવ્યું હતું. અને માત્ર કૃષ્ણ ન રહેતા તેઓ ગોપાલ-કૃષ્ણ થયા હતા.
 
વાઘ બારસ આ શબ્દમાં જોડાયેલ વાઘ અને બારસ બન્ને શબ્દની અલગ અલગ વાત છે. વાઘબારસ એટલે વાઘ નહી પરંતુ વાક. વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યુ અને વાઘના સંદર્ભમાં આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો. વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાણી. આખુ વર્ષ સત્ય, પ્રીય અને હિતકારી વાણી બોલવી. આપણા કારણે મોટા કે નાના, સ્વજનો, આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહી તેનુ ધ્યાન રાખવુ. વાક એટલે વાચા અને સરસ્વતિને વાગદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્‍મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જોઇએ. જેથી આપણા ધનતેરસના આગલા દિવસે લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. એટલે લોકો વાઘ બારસના દિવસે મા સરસ્વતી પુજા કરે છે.
 
આ દિવસ વાગ એટલે કે સરસ્વતી માતાની ઉપાસનાનો છે. આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદ્ભૂત પરિણામ મળતા હોય છે. સફેદ અથવા પીળા રંગની માળા લેવી. ઓછામાં ઓછી 21  માળા કરવી જોઇએ.

વધુ જુઓ..

Vrat Special- મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ખીર – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી

Relationship- સંબંધોમાં સમસ્યાઓ કેમ ઊભી થાય છે?

વર્ષાઋતુ નિબંધ

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા

Dhanu Rashi girl Names- ન રાશિ પરથી છોકરીના નામ

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments