Ravi Pushya Nakshatra 2023 ચંદ્રમાનુ રાશિના ચોથા, આઠમા અને બારમા ભાવમાં હાજરી અશુભ માનવામાં આવે છે. પરંતુ આ પુષ્ય નક્ષત્રના કારણે અશુભ સમય પણ શુભ મુહૂર્તમાં પરિવર્તિત થઈ જાય છે. ગ્રહોની વિપરીત સ્થિતિ હોવા છતાં આ યોગ ખૂબ જ શક્તિશાળી છે, પરંતુ એક શ્રાપને કારણે આ યોગમાં લગ્ન ન કરવા જોઈએ. તેના પ્રભાવ હેઠળ, બધી ખરાબ અસરો દૂર થઈ જાય છે.
માન્યતા અનુસાર, આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી અક્ષય રહેશે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી. આ શુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા, પીપળ અથવા શમીના વૃક્ષની પૂજા કરવાથી તેનું વિશેષ અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
પુષ્ય નક્ષત્રનો પ્રારંભ - 4 નવેમ્બર 2023 સવારે 07.57 વગ્યાથી
પુષ્ય નક્ષત્રનુ સમાપન - 5 નવેમ્બર 2023 સવારે 10.29 સુધી
શુભ મુહુર્ત ( Shubh Muhurat )
ખરીદી માટેનો શુભ સમયઃ પુષ્ય નક્ષત્ર શનિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે રવિવારે સવારે 11 વાગ્યા સુધી ચાલશે.
4 નવેમ્બર 2023ના શુભ મુહુર્ત
અભિજીત મુહૂર્ત - સવારે 11.42 વાગ્યાથી બપોરે 12.26 સુધી
વિજય મુહૂર્ત - બપોરે 01.54 થી બપોરે 02.38 સુધી
ત્રિપુષ્કર યોગ - સવારે 06.35 થી 07.57 સુધી
5 નવેમ્બર 2023ના શુભ મુહૂર્ત
અભિજીત મુહૂર્ત - સવરે 11.43 થી બપોરે 12.26 સુધી
વિજય મુહૂર્ત - બપોરે 01.54 થી બપોરે 02.38 સુધી
રવિ પુષ્ય યોગ - સવારે 06.36 થી સવારે 10.29 સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ - સવારે 06.36 થી સવારે 10.29 સુધી
શુભ યોગ (Shubh Yoga)
- સર્વાર્થસિદ્ધિ યોગ.
- અમૃતસિદ્ધ યોગ.
- રવિ યોગ.
શુ ખરીદશો
સોનુ, ચાંદી, વાહન, જ્વેલરી, મકાન, ફ્લેટ, દુકાન, કપડા, શ્રૃંગારનો સામાન, સ્ટેશનરી, મશીનરી અને વહીખાતા.
પુષ્ય નક્ષત્રમાં ચાંદી કે તેનાથી નિર્મિત ઘરેણા, વાસણ, પૂજન સામગ્રી શુભ પ્રતીક વગેરે ખરીદવાથી ઘરમાં બરકત રહે છે. આજના દિવસે પન્ના, હીરા, પુખરાજ, નીલમ, મોતી વગેરે રત્ન ખરીદવાથી આ ભવિષ્યમાં મોટું લાભ આપે છે.
આ દિવસે શુ કરશો
શિલ્પકલા અને ચિત્રકલાનો અભ્યાસ શરૂ કરવો, મંદિર નિર્માણ અને ઘર નિર્માણ શરૂ કરવુ, ઉપનયન સંસ્કાર પછી વિદ્યાભ્યાસ કરવો, દુકાન ખોલવી, નવો વેપાર કરવો, રોકાણ વગેરે કરવુ શુભ છે.