Kali chaudas હિંદુ ધર્મમાં દિવાળીથી પહેલા રૂપ ચૌદસ ઉજવાય છે જેને કાળી ચૌદસના રૂપમાં પણ ઓળખાય છે. રૂપ ચતુદર્શીનો તેહવાર યમરાજના પ્રત્યે દીપ પ્રગટાવીને યમના પ્રત્યે આસ્થા પ્રકટ કરવા માટે ઉજવાય છે. રૂપ ચૌદસનો તહેવાર બંગાળમાં ખાસ રૂપથી પૂર્ણ ઉત્સાહની સાથે ઉજવાય છે. બંગાળમાં માતા કાળીના જનમદિવસના રૂપમાં પણ ઉજવાય છે. જેના કારણે આ દિવસને કાળી ચૌદસ કહેવાય છે. બંગાળમાં આ દિવસે માતા કાળીની આરાધનાનો ખાસ મહત્વ હોય છે.
કાળી ચૌદસ પર શક્તિની પૂજાનો પણ મહત્વ
બંગાળમાં કાળી ચૌદસ પર મહાકાળી કે શક્તિની પૂજા કરાય છે. ધાર્મિક માન્યતા છે કે કાળી ચૌદસના દિવસે જ માતા કાળીએ નરકાસુરનો વધ કર્યુ હતું. તેથી નરક ચતુર્દશીના રૂપમાં પણ ઓળખાય છે. કાળી ચૌદસ આળસ અને બુરાઈને ખત્મ કરવાનો દિવસ છે જે અમારા જીવનમાં નરક પેદા કરે છે અને જીવન પર પ્રકાશ નાખે છે.
નરક ચતુર્દશીની પૂજા વિધિ
સૂર્યોદયથી પહેલા સ્નાન કરીને સાફ કપડા પહેરવું.
આ દિવસે યમરાજ, શ્રી કૃષ્ણ, કાલી માતા, ભગવાન શિવ, હનુમાનજી અને વિષ્ણુજીના વામન સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે.
આ તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓ ઘરની ઈશાન દિશામાં સ્થાપિત કરો અને તેમની વિધિપૂર્વક પૂજા કરો.
દેવી-દેવતાઓની સામે અગરબત્તી પ્રગટાવો, કુમકુમ તિલક કરો અને મંત્રોનો જાપ કરો.
આ દિવસની એવી માન્યતા છે કે યમદેવની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે અને બધા પાપોનો નાશ થાય છે, તેથી સાંજે યમદેવની પૂજા કરો અને ઘરના દરવાજાની બંને બાજુ દીવો પ્રગટાવો.
નરક ચતુર્દશી કથા
પ્રથમ કથા - દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસે ચારેબાજુ હાહાકાર મચાવ્યો. આ દરમિયાન તેણે 16100 રાણીઓને બંધક બનાવી હતી અને ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે, બધા દેવતાઓ ભગવાન કૃષ્ણના શરણમાં ગયા.. નરકાસુરને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હોવાથી ભગવાન કૃષ્ણ તેની પત્ની સત્યભામાને મારવા માટે સાથે લઈ ગયા. આ પછી તેની હત્યા કરી અને ત્યાંથી 16100 મહિલાઓને મુક્ત કરાવી. મુક્ત થયા પછી તે બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણને હાથ જોડીને કહેવા લાગી કે હવે તેમને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં, માટે ભગવાન હવે તમે જ કહો કે ક્યાં જવું છે. તેમની વાત સાંભળીને ભગવાન કૃષ્ણએ તે 16100 રાણીઓ સાથે લગ્ન કરીને તેમને બચાવ્યા. આ પછી આ બધી સ્ત્રીઓ કૃષ્ણની પત્નીઓ તરીકે ઓળખાવા લાગી. ચૌદસ તિથિના દિવસે નરકાસુરના મૃત્યુ પછી, બધા દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓએ આ દિવસને ઉત્સવ તરીકે ઉજવ્યો. ત્યારથી આ દિવસ નરક ચૌદસ અને નરક ચતુર્દશી તરીકે ઓળખાવા લાગ્યો. નરકાસુરની બંદીવાસમાં નરકે એ બધી સ્ત્રીઓનું રૂપ ગુમાવ્યું હતું.
બીજી કથા - જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને રાજા બલિના સમગ્ર મહેલ સહિત પૃથ્વી અને આકાશને બે પગલામાં માપ્યું, ત્યારે ભગવાન વામને રાજા બલિને પૂછ્યું કે હવે તે ત્રીજું પગલું ક્યાં લે? આ પ્રશ્નના જવાબમાં રાજા બલિએ ભગવાન વામનને તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક પર રાખવા કહ્યું. રાજા બલિની આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. પછી રાજા બલિએ વરદાન માંગીને ભગવાન વામનને કહ્યું કે દર વર્ષે ત્રયોદશીના દિવસથી લઈને અમાવાસ્યા સુધી તેણે (રાજા બલિ) પૃથ્વી પર શાસન કરવું જોઈએ અને આ સમય દરમિયાન જે કોઈ પણ રાજા બલિના રાજ્યમાં દીપાવલી ઉજવશે અને સાથે ચતુર્દશી ની તિથિએ દીપદાન કરશે, અવા બધા જાતકોને અને તેમના પૂર્વજોને નરકની યાતનાનો સામનો કરવો પડશે નહીં. ભગવાન વામને રાજા બલિની આ વાત સ્વીકારી લીધી અને ત્યારથી નરક ચતુર્દશીનો તહેવાર દરેક સ્થાન માં ઉજવવામાં આવ્યો.