Dhanteras 2023- ક્યારે છે ધનતેરસ 2023, જાણો પૂજન અને ખરીદીના શુભ મુહુર્ત
dhanteras 2023- ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ માતા લક્ષ્મી અને કુબેરનો પૂજન કરાય છે. આ દિવસે કોઈ નવી વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે. ખાસ કરીને જો ધનતેરસના દિવસે સોના કે ચાંદીની ખરીદી કરાય તો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ નવુ વાહન કે ભૂમિ પણ ધનતેરસના રોજ લેવુ શુભ ગણાય છે.
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદિશી તિથિના દિવસે ધનતેરસ પર કુબેર દેવ, મા લક્ષ્મી, આયુર્વેદના જનક ભગવાન ધનવંતરિની પૂજા કરી ધન-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. આ દિવસથી દિવાળી 5 દિવસનો તહેવાર શરૂ થઈ જાય છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર 2023ના રોજ છે. આ દિવસે 13 અંકનુ વિશેષ મહત્વ
છે. જાણો ધનતેરસ પર ક્યા કામ 13 વારની સંખ્યામાં કરવા જોઈએ, તેનથી શુ લાભ મળે છે.
પંચાંગ અનુસાર, દિવાળીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે વર્ષ 2023 માં, દિવાળી 12 નવેમ્બર રવિવારે કારતક અમાવસ્યાની તારીખે ઉજવવામાં આવશે. આવો જાણીએ આ વર્ષે ક્યારે ધનતેરસ અને ખરીદીનુ શુભ મુહુર્ત
ધનતેરસ 2023 - 10 નવેમ્બર શુક્રવારે
dhanteras 2023 puja muhurat
ધનતેરસ પૂજા મુહૂર્ત - સાંજે 05.47 - 07.43 વાગ્યે સુધી
આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિ સ્વાસ્થ્ય, ધન, સમૃદ્ધિ, કીર્તિ અને કીર્તિની પ્રાપ્તિ કરે છે. ધનતેરસ પર શુભ વસ્તુઓ ખરીદવાથી આવક 13 ગણી વધી જાય છે. ચાલો જાણીએ વર્ષ 2023માં ધનતેરસની તારીખ અને પૂજા અને ખરીદી માટેનો શુભ મુહુર્ત
ધનતેરસ પર ખરીદી કરવાનો મુહૂર્ત - 10 નવેમ્બર 2023, બપોરે 12.35 - 11 નવેમ્બર 2023, બપોરે 01.57 કલાકે