સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2018
Written By
Last Updated : શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (17:23 IST)

Top 10: 2018 - 2 018 માં મોટા પડદા પર છવાઈ આ 10 ફિલ્મો

વર્ષ 2018 ખતમ થવાનુ છે.  પણ બોલીવુડ ફિલ્મો માટે આ વર્ષ ખૂબ યાદગાર સાબિત થયુ. જ્યા આ વર્ષે ઓછા બજેટની ફિલ્મોએ મોટા પડદા પર ખૂબ ધમાલ મચાવી છે.  આ સાથે જ આ વર્ષે દર્શકોની પસંદગી સેલેબ્રિટી ફેંસથી હટની ફિલ્મોની સ્ટોરી અને થીમ પર વધુ જોવા મળી.   અનેક મોટા બજેટની ફિલ્મોએ સારી કમાણી કરી પણ દર્શકોનુ  દિલ ઓછા બજેટ અને સોશિયલ કાન્સેપ્ટવાળી ફિલ્મોએ વધુ જીતી. તો આવો જાણીએ 2018ની ટૉપ 10 ફિલ્મો કંઈ છે જે દર્શકોન ઉ દિલ જીતવામાં સફળ રહી. 
 
1 - સંજૂ 
રજુઆત તારીખ - 29 જૂન 2018 
નિર્દેશક - રાજકુમાર હિરાની 
 
સંજૂ - રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી સંજૂ વર્ષની સૌથી મોટી હિટ રહી. સંજય દત્તની બાયોપિક સંજૂએ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ પીકેના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધુ. પીકેએ 340 કરોડ રૂપિયાનો લાઈફટાઈમ બિઝનેસ કર્યો હતો. સંજૂમાં રણવીર ઉપરાંત પરેશ રાવલ વિક્કી કૌશલ, મનીષા કોઈરાલા, સોનમ કપૂર, દીયા મિર્જા, અનુષ્કા શર્મા અને જીમ સરભ જેવા કલાકાર છે.  100 કરોડમાં બનેલ સંજૂએ બોક્સ ઓફિસ પર કુલ 341.22  કરોડનો બિઝનેસ કર્યો. 
2 - ઓક્ટોબર
 
રજુઆત તારીખ - 13 એપ્રિલ 2018 
નિર્દેશક - સુજીત સરકાર 
કેટલીક ફિલ્મો એવી હોય છે જે મનોરંજન જ નથી કરતી પણ મનને સ્પર્શી જાય છે. જેવી કે સુજીત સરકાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ઓક્ટોબર. આ ફિલ્મ  ઓક્ટોબર. આ ફિલ્મમાં વરુણ ધવન અને બનિતા સંઘૂ મુખ્ય પાત્રના રૂપમાં જોવા મળે છે. જે માનવીય સંવેદનાઓના વિવિધ રંગને સારી રીતે રજુ કરવામાં સફળ રહ્યા.  માણસમાં થનારા ફેરફાર, તેમની ભાવનાઓ અને તેમના સમજવા વિચારવાની રીતને ખૂબ જ  સુંદર રૂપે રજુ કરવામાં આ ફિલ્મ ખૂબ હદ સુધી સફળ રહી અને દર્શકોના મનને સ્પર્શી લેવામાં ખૂબ સફળ રહી. 
 
3  - સોનૂ કે ટીટૂ કી સ્વીટી 
રજુઆત તારીખ - 23 ફેબ્રુઆરી 2018 
નિર્દેશક - લવ રંજન 
લવ રંજનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ સોનૂ કે ટીટી કી સ્વીટી 100 કરોડના ક્લબમાં પોતાનુ સ્થાન બનાવનારી 2018ની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના મુખ્ય પાત્રમાં એક કાર્તિક આર્યનને કો ડાયનામિક પરફોર્મર ઓફ ધ ઈયરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો.  મનોરંજન મામલે તેણે દર્શકો પાસેથી પ્રશંસા પણ મેળવી અને સિનેમાઘરોમાં આ ફિલ્મનો જાદૂ અનેક અઠવાડિયા સુધી માથે ચડીને બોલ્યો. 
4 - પદ્માવત
રજુઆત તારીખ - 25 જાન્યુઆરી 2018 
નિર્દેશક - સંજય લીલા ભંસાલી 
નિર્દેશક - લવ રંજન 
સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત લાંબા વિવાદ પછી રજુ થઈ હતી. જોકે આ ફિલ્મએ અનેક રેકોર્ડ તોડ્યા અને વર્ષની પહેલી બ્લોકબસ્ટર પણ સાબિત થઈ. પદ્માવતે બોક્સ ઓફિસ પર પોતાનુ શાનદાર પ્રદર્શન રજુ કરતા માત્ર 50 દિવસમાં જ 300 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો. શરૂઆતમાં ચાર રાજ્યોમાં રજુ ન થવા છતા ફિલ્મએ દેશભરમા સારુ બોક્સ ઓફિસ કલેક્શન કર્યુ. ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભંસાલી, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની આ પહેલી એવી ફિલ્મ છે જેને 300 કરોડનો આંકડો પાર કર્યો. 
5  - પરમાણુ 
રજુઆત તારીખ - 25 મે 2018 
નિર્દ્શક - અભિષેક શર્મા 
1998માં રાજસ્થાનમાં થયેલ ઐતિહાસિક પરમાણુ પરીક્ષણ પર આધારિત ફિલ્મ પરમાણુ, અભિષેક શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવેલ સારી ફિલ્મોમાંથી એક છે.  જૉન અબ્રાહમે આ ફિલ્મમાં ગંભીર પણ સારો અભિનય કર્યો અને સાથે તેમની પત્નીના રૂપમાં અનુજા સાઠેનો પણ અભિનય દર્શકોને મનોરંજીત કરવામાં સફળ રહ્યો. ફિલ્મ સમીક્ષકોનુ માનીએ તો આફિલ્મ સ્ક્રીનપ્લે, ડાયરેક્શન સિનેમેટોગ્રાફી અને લોકેશન મામલે 2018ની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. 
6  - સુઈ ઘાગા 
રજુઆત તારીખ - 28 સપ્ટેમ્બર 2018 
નિર્દેશક - શરત કટારિયા 
મેક ઈન ઈંડિયા થીમ પર બનાવેલ ફિલ્મ સૂઈ ઘાગામાં વરુણ ધવન અને અનુષ્કા શર્માએ મહત્વની ભૂમિકા ભજવી છે. એંટપ્રીન્યોરશિપને પ્રોત્સાહિત આપનારી આ ફિલ્મએ સાત દિવસની અંદર જ વર્લ્ડવાઈડ 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો હતો. સામાન્ય લોકોની નસ પકડતા નિર્દેશક શરત કટારિયાએ આ ફિલ્મના લોકોના સ્વાભિમાન પ્રેમ અને ઈજ્જતથી જોડીને ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કર્યુ.  જેને કારણે આ ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શવામાં સફળ રહી. 
7 - રાજી 
રજુઆત તારીખ - 11 મે 2018 
નિર્દ્શક - મેઘના ગુલઝાર 
હરિંદર સિક્કાના ઉપન્યાસ કોલિંગ સહમત પર બનાવેલ ફિલ્મ રાજી માં આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલે પોતાના સારા પ્રદર્શનથી બધા દર્શકોનુ દિલ જીતી લીધુ. આ ફિલ્મનુ નિર્દેશન શાયર ગુલઝારની પુત્રી મેઘના ગુલઝારે કર્યુ છે જે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત છે.  એક વુમેન સેટ્રિક ફિલ્મ હોવા છતા પણ આ ફિલ્મએ ભારતમાં રજુઆત  ત્રીજા અઠવાડિયાની અદર જ 100 કરોડની કમાણીનો આંકડો સ્પર્શી ગયો હતો. 
8 - મંટો 
રજુઆત તારીખ - 21 સપ્ટેમ્બર 2018 
નિર્દેશક - નંદિતા દાસ 
નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટાર ફિલ્મ મંટો એક ઉર્દૂ શાયર અને જાણીતી વ્યક્તિ સઆદત હસન મંટો ના જીવનના 4 વર્ષ પર આધારિત એક ફિલ્મ છે.   જેને નંદિતા દાસે પોતાના નિર્દશનના માધ્યમથી ખૂબ જ સુંદર ઢંગે રજુ કરી છે. ફિલ્મને ભલે થોડી ખાસ રિસ્પોન્સ ન મળ્યો પણ ફિલ્મ સમીક્ષકે મંટો માં નવાજુદ્દીન સિદ્દીકીના કામના ખૂબ વખાન કર્યા.  જો તમે પણ સારી ફિલ્મોના શોખીન છો અને ફિલ્મના સારા પ્લોટને સમજે છે તો આ મૂવી એકવાર જરૂર જુઓ. 
9. - બધાઈ હો 
રજુઆત તારીખ - 19 ઓક્ટોબર 2018 
નિર્દશક - અમિત રવિન્દ્રનાથ શર્મા 
અમિત રવિન્દ્રનાથ શર્મા દ્વારા નિર્દેશિત બધાઈ હો એક સારી કોમેડી ડ્રામા ફિલ્મ છે.  ફિલ્મની મુખ્ય ભૂમિકામાં આયુષ્યમાન ખુરાના અને સાન્યા મલહોત્રા છે જેણે નવી જનરેશનની ભાવનાઓ અને વિચારોને સારી રીતે પ્રદર્શિત કર્યા છે. જો વાત કરીએ ફિલ્મની સ્ટોરીની તો આનો પ્લૉટ ખૂબ જ રસપ્રદ અને લીકથી હટીને છે. જે જીવનના સાચા તથ્યો મુજબ લખવામાં આવી છે.  અનયુજ્વલ સ્ટોરીને કારણે આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી. અને માત્ર 30 કરોડમાં બની આ ફિલ્મએ વર્લ્ડ્વાઈટ 200 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો.  
10 - અંધાધધુન 
રજુઆત તારીખ - 10 ઓક્ટોબર 2018 
નિર્દેશક - શ્રીરામ રાઘવન 
શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બની ફિલ્મ અંધાધુન વખાણ અને ફુલ અટેંશનના કાબેલ છે. કારણ કે આ ફિલ્મ શરૂઆતથી લઈને અંત સુધી દર્શકોને બાંધી રાખવામાં સફળ 
 
રહી. બોલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના અને એક્ટ્રેસ તબ્બૂ અને રાધિકા આપ્ટેએ પોતાની એક્ટિંગથી બધા દર્શકોનુ દિલ જીતવામાં સફળ રહ્યા.  આ ફિલ્મ પોતાની 
 
સ્ટોરીના ટ્વિસ્ટ અને સસ્પેંસને કારણે આ વર્ષની સૌથી સ્સારી ફિલ્મ બની ગઈ છે.