ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ઓનલાઈન ફ્રોડ : અમદાવાદના બિઝનેસમેનના 27 કરોડ ડૂબ્યા
સાયબર ક્રાઇમ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા ફ્રોડની ફરિયાદ અમદાવાદ સાયબર સેલમાં નોંધાઈ છે. જે મુજબ ગાલા પ્રિન્ટ સીટીના એમડીને સરકારી ટેન્ડર અપાવવાની વાત કરી સાયબર ઠગે 27 કરોડની ઠગાઈ કરી છે.નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સીટીના એમડી વિશાલ ગાલાને તમિલનાડુમાં સ્ટેશનરી સપ્લાયનું સરકારી ટેન્ડર અપાવવાની વાત આરોપીએ કરી હતી.
ઓનલાઈન સંપર્કમાં આવેલ શખ્સ પર ભરોસો બેસતા ફરિયાદીએ આરોપીએ કહ્યા મુજબ ટેન્ડર પ્રોસેસ માટેની રકમ રૂ.26.78 કરોડની રકમ બેન્ક એકાઉન્ટમાં ભરી હતી. આરોપીએ તમિલનાડુ ટેકસબુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાનું જણાવ્યું હતું. જોકે 27 કરોડની રકમ ભર્યા બાદ પૈસા ભરાવનાર શખ્સનો ફોન બંધ થઈ ગયો તેમજ તેણે જણાવેલ એડ્રેસ પર તપાસ કરતા તે મળી આવ્યો ન હતો.ફરિયાદીએ તમિલનાડુમાં તપાસ કરાવતા આવા કોઈ સરકારી ટેન્ડરની જવાબદારી ફરિયાદીના કોન્ટેક્ટમાં રહેલા વ્યક્તિને સોંપાઈ ન હતી. આમ ઠગાઈનો ભોગ બન્યાની જાણકારી મળતા ફરિયાદી વિશાલ ગાલાએ સાયબર સેલમાં ફરિયાદ કરી છે.