સરકારી નોકરી માટે દિકરીની હત્યા, બેથી વધુ બાળકો હોવાથી નોકરી જવાનો હતો ડર, માતા-પિતાએ મારી નાખી
રાજસ્થાનના બીકાનેરમાં પાંચ મહિનાની બાળકીને નહેરમાં ફેંકવાનો મામલો સામે આવ્ય છે. માસૂમને કોઈએ નહીં પણ તેના માતા-પિતાએ ફેંકી દીધો હતો. વધુ ચિંતાજનક બાબત એ છે કે આ જઘન્ય અપરાધ તેના પિતાએ પોતાની સરકારી નોકરી બચાવવા માટે કર્યો હતો. કોન્ટ્રાક્ટ પર મળેલી સરકારી નોકરીમાં મુશ્કેલી ન પડે તે માટે પિતા ઝંવરલાલે પુત્રી અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરી હતી. પોલીસે આરોપી પિતા અને માતા બંનેની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. પોલીસ અધીક્ષક યોગેશ યાદવે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઝંવરલાલે તેની પત્નીને પણ સામેલ કરી હતી. તે બે દિવસ પહેલાં છત્તરગઢ સ્થિત તેના સાળાના ઘરે ગયો હતો. રવિવારે સાંજે ચાર સીએચડી સ્થિત સાળાના ઘરેથી દિયાતરા જતા સમયે રસ્તામાં બાળકીને કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ અહીંથી દિયાતરા પોતાના ઘરે જવા રવાના થયાં હતાં.