WPL Auction: પાકિસ્તાનને ધોનારી જેમિમા પર કરોડોની બોલી, શેફાલી પર આ ટીમે મારી બાજી
WPL Auction: મુંબઈમાં હાલ મહિલા પ્રીમિયર લીગમાં ખેલાડીઓની લીલામી ચાલી રહી છે. પહેલા સેટ પછી સ્મૃતિ મંઘાના સૌથી મોંઘી ખેલાડી રહી. બીજી બાજુ બીજા સેટ પર પણ ખેલાડીઓ પર ખૂબ પૈસા વરસ્યા. પાકિસ્તાનના વિરુદ્ધ ટી20 વર્લ્ડ કપ મુકાબલામાં એક દિવસ પહેલા કમાલની રમત રમનારી જેમિમા રોડ્રિગ્સ પર સૌની નજર હતી. જેમિમાને કરોડો રૂપિયામાં દિલ્હીની ટીમે ખરીદી.
જેમિમા પર કેટલી લાગી બોલી ?
પાકિસ્તાન સામેની શાનદાર ઈનિંગ બાદ ક્રિકેટ ચાહકો જેમિમાહ રોડ્રિગ્સની હરાજી પર તમામની નજર હતી. જેમિમાને દિલ્હીની ટીમે 2.2 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. જેમિમાએ રવિવારે પાકિસ્તાન સામે વર્લ્ડ કપની હાઈ-વોલ્ટેજ મેચમાં અણનમ 53 રન બનાવ્યા હતા. ત્યારથી જેમિમાની સરખામણી સતત મોટા ખેલાડીઓ સાથે કરવામાં આવી રહી છે.
શેફાલી કઈ ટીમમાં?
તે જ સમયે, મહિલા ટીમની ઘાતક ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માને પણ દિલ્હીની ટીમે ખરીદ્યો હતો. પોતાના જોરદાર શોટ્સ માટે દુનિયાભરમાં પ્રખ્યાત શેફાલી પર દિલ્હીએ 2 કરોડની બોલી લગાવી. શેફાલીએ તાજેતરમાં જ તેની કેપ્ટનશીપમાં ભારતની અંડર-19 ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.