ક્રિકેટના આ ફોર્મેટના વિરુદ્ધ છે કપ્તાન વિરાટ કોહલી, બોલ્યા ક્યારેય નહી રમુ
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને વર્તમન સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક વિરાટ કોહલીએ ઈગ્લેંડ ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રસ્તાવિત 100 બોલવાળી ક્રિકેટ ટુર્નામેંટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ઈસીબીને ટી-20 ટુર્નામેંટને બદલે 100 બોલના ક્રિકેટ ટુર્નામેંટનુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પુરૂષ અને મહિલા બંને વર્ગમાં આ ટૂર્નામેંટનુ આયોજન કરવામાં આવશે. જેમા આઠ આઠ ટીમો ભાગ લેશે.
વિરાટનુ માનવુ છેકે ક્રિકેટના આ નવા સ્વરૂપથી રમતની ગુણવત્તામાં કમી આવશે જે કારણે તેઓ ચિંતિત છે.
વિરાટે કહ્યુ આ ટુર્નામેંટની પ્રક્રિયામાં સામેલ થનારા લોકો માટે આ ખૂબ રોમાંચક હશે પણ હુ ક્રિકેટના એક અન્ય સ્વરૂપ વિશે વિચારી પણ શકતો નથી. આજના સમયમાં જ્યરે આટલી વધુ ક્રિકેટ રમાય રહી છે તો આ નવી ટુર્નામેંટ ખેલાડીઓ ઉપર વધારાનો ભાર હશે. હુ સમજુ છુ કે વ્યાપારિક પહેલુ ક્રિકેટની ગુણવતા પર ભારે પડી રહ્યો છે અને હુ તેને લઈને ચિંતિત છુ.