સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 4 જાન્યુઆરી 2023 (13:22 IST)

VIDEO: સંજૂ સૈમસન કેચ છોડીને હસ્યા તો ચિડાયા હાર્દિક પડ્યા, સુનીલ ગાવસ્કર પણ ભડક્યા

sanju samson
સંજૂ સૈમસનને શ્રીલંકા વિરુદ્ધ પહેલા ટી20 મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી પણ તે ફેન્સ અને એક્સપર્ટ્સ બંનેને ઈંપ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યા. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની શ્રેણીનો પહેલો ટી20 મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયો.  જેમા ભારતે બે રનથી જીત હાસિલ કરી. સંજૂ સસ્તામાં આઉટ થયો અને ત્યારબાદ એક કેચ પણ ડ્રોપ કર્યો. જેનાથી પૂર્વ દિગ્ગજ સુનીલ ગાવસ્કર પણ નારાજ થઈ ગયા છે. સંજૂ સૈમસનના આખા કરિયરમાં વારંવાર કહેવામાં આવી રહ્યુ છે કે તેમને તક નથી મળી રહી. પણ જ્યારે તેમની પાસે તકો આવી રહી છે તો તેઓ તેનો લાભ નથી ઉઠાવી રહ્યા. 
 
સંજૂ સૈમસને શ્રીલંકા વિરુદ્ધ ફક્ત 6 બોલનો સામનો કર્યો અને 5 બનાવીને પેવેલિયન પરત ફર્યા. ઘનંજય ડી સિલ્વાની બોલને પારખી ન શક્યા અને દિલશાન મઘુશંકાના હાથે કેચ આઉટ થઈ ગયા. સંજૂનુ આ રીતે આઉટ થવુ વધુ નિરાશ કરે  છે. કારણ કે છેલ્લી જ બોલ પર તેમને જીવનદાન મળ્યુ હતુ. ડીપમાં ફીલ્ડરે તેમનો કેચ ડ્રોપ કરવામાં આવ્યો હતો. શ્રીલંકા સામે સંજૂ સૈમસનની બેટિંગ અપ્રોચે સુનીલ ગાવસ્કરને પ્રશ્ન કરવાનો મોકો આપ્યો. 
સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, "અને આ વખતે, તે શોર્ટ થર્ડ મેન પાસે જઈ રહ્યો છે. તે આટલો સારો ખેલાડી છે. સંજુ સેમસન પાસે ઘણી પ્રતિભા છે, પરંતુ તેના શોટની પસંદગી તેને ઘણી વાર નિરાશ કરી દે છે. અને આ એક વધુ પ્રસંગ છે જ્યાં તેણે નિરાશ કર્યા છે.
 
બેટિંગ પછી, સંજુ સેમસન માટે ફિલ્ડિંગમાં ખરાબ ક્ષણ હતી. આઉટફિલ્ડમાં ઈશાન કિશનની વિકેટકીપિંગ સાથે, સેમસને કેટલાક પ્રસંગોએ ભૂલો કરી હતી. હાર્દિક પંડ્યા દ્વારા ફેંકવામાં આવેલી શ્રીલંકાની ઇનિંગ્સની શરૂઆતની ઓવરમાં પ્રથમ લેપ્સ થયો હતો. ભારતીય કેપ્ટને નવા બોલથી શરૂઆત કરી અને તરત જ પથુમ નિસાન્કાને ફસાવીને ખતરનાક સ્વિંગ કરી. ઓવરના બીજા બોલ પર નિસાન્કાનો સહેલો કેચ હતો, પરંતુ મિડ-ઓફમાં સેમસને ભૂલ કરી હતી. સેમસને ડાઇવ કરી, તેના હાથ નીચે કર્યા, બોલને સ્પર્શ પણ કર્યો, પરંતુ લેન્ડિંગ વખતે તેને છોડી દીધો. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ડાઈવ લગાવવી જરૂરી હતી? સંજુએ કેચ છોડ્યા બાદ હાર્દિક પંડ્યાના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી.

 
જો કે રમતમાં કુસલ મેંડિસ અને ડી સિલ્વાને આઉટ કરવા માટે તેમણે સારા કેચ પકડ્યા. ખાસ કરીને મેંડિસને પેવેલિયન પરત મોકલવા માટે કેચ પ્રશંસનીય હતો. આ સૈમસન માટે રાહત પણ, ત્યારબાદ તેમનાથી ફરીથી ભૂલ થઈ ગઈ. સૈમસન બોલને રોકવા માટે થર્ડ મેન તરફથી દોડતા આવ્યા, પણ બોલ તેમની પાસેથી નીકળી ગઈ.  જોકે આ સંપૂર્ણ રીતે સૈમસની ભૂલ નહોતી. તેમનુ ઘૂંટણ જમીનમાં ફસાય ગયુ હતુ જેના પરિણામસ્વરૂપ એક ચોક્કો લાગ્યો અને બોલર ઉમરાન મલિક તેનાથી ખુશ નહોતો. 
 
ભારતના પૂર્વ સલામી બેટ્સમેન ગૌતમ ગંભીરે પણ કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે સૈમસન તકનો લાભ ઉઠાવે. બાયજૂના ક્રિકેટ લાઈવ શો દરમિયાન તેમણે કહ્યુ, 'આપણે બધા એક જ વાત કરીએ છીએ કે તેમની પાસે કેટલી પ્રતિભા છે પરંતુ તેમણે આ તકોનો લાભ ઉઠાવવાની જરૂર છે.