ઇગ્લેંડની ટીમનો ભારત પ્રવાસ, અમદાવાદમાં રમાશે ટેસ્ટ અને ટી20
અમદાવાદના લોકોની પ્રતિક્ષાનો અંત આવી ગયો છે. અમદાવાદની ધરા પર સત્તાવાર રીતે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવાનું શરૂ થઇ જશે. ઇગ્લેંડ અને ભારત વચ્ચે થનારી ટેસ્ટ સીરીઝ મોટેરાના સરદાર વલ્લભભાઇ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લેંડ વિરૂદ્ધ આ ટેસ્ટ સીરીઝ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. 24 ફેબ્રુઆરીથી શરૂ થનાર ત્રીજી ડે નાઇટ ટેસ્ટ મેચ પિંક બોલ વડે અમદાવાદમાં રમાશે. આ ઉપરાંત ઇગ્લેંડ વિરૂદ્દ તમામ પાંચ ટી 20 મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમા6 24 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇગ્લેંડ વચ્ચે પિંક બોલ ટેસ્ટની મેજબાની કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સચિવ જય શાહે કહ્યું હતું કે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ પાંચ ટી20 ઇન્ટરનેશનલ મેચોની સાથે-સાથે પિંક બોલ વડે ટેસ્ટ મેચની મેજબાની કરશે. આ સીરીજનું શિડ્યૂલ બીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવ્યું.
ઈગ્લેંડ ચાર મેચોની ટેસ્ટ શ્રેણી માટે ભારતના પ્રવાસ માટે તૈયાર છે, જે સાત ફેબ્રુઆરીથી શરૂ થશે. ત્યારબાદ બંને દેશો વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ હશે. બોર્ડે આ ટૂરના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આમ તો ઇન્ડીયન પ્રીમિયર લીગને ખતમ થયા બાદ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ વાતની જાણકારી હતી કે બંને દેશો વચ્ચે થનાર ડે નાઇટ ટેસ્ટ મેચની મેજબાની મોટેરા કરશે.
ઇગ્લેંડ વિરૂદ્ધ પાંચ ટી20 ઇન્ટરનેશનલ મેચો હેઠળ કેપ્ટન વિરાટ કોહલીની ટીમ આગામી ઓક્ટોબર નવેમ્બરમાં ભારતમાં થનાર ટી20 વર્લ્ડકપની તૈયારી કરશે.