સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 ઑક્ટોબર 2021 (23:17 IST)

T20 World Cup 2021: કેએલ રાહુલે ઈગ્લેંડ વિરુદ્ધ બનાવ્યા ફાસ્ટ ફીફ્ટી, 42 રન તો માત્ર 9 બોલમાં બનાવ્યા

T20 World Cup 2021 ની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ટીમ ઇન્ડિયાના ઓપનર કેએલ રાહુલે પોતાની ઝડપી બેટિંગથી ફેંસના દિલ જીતી લીધા. આ વિસ્ફોટક જમણા હાથના બેટ્સમેને ઈંગ્લેન્ડના બોલરોની જોરદાર ધુલાઈ કરતા 24 બોલમાં 51 રન બનાવ્યા. રાહુલનો સ્ટ્રાઈક રેટ 200થી વધુનો રહ્યો. 
 
કેએલ રાહુલે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. મતલબ કે રાહુલે 51 માંથી 42 રન માત્ર છગ્ગા અને ચોગ્ગા લગાવીને બનાવ્યા. રાહુલે ઇશાન કિશન સાથે 50 બોલમાં 82 રન જોડ્યા અને ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાને ઝડપી શરૂઆત અપાવી.
 
ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ આઈપીએલ 2021 માં પણ શાનદાર ફોર્મમાં હતો. પંજાબ કિંગ્સના કેપ્ટને ટૂર્નામેન્ટમાં 13 મેચ રમી અને 63 થી વધુની સરેરાશથી 626 રન બનાવ્યા. કેએલ રાહુલ ટી 20 વર્લ્ડ કપમાં પણ પોતાનું એ જ ફોર્મ ચાલુ રાખી રહ્યા છે.
 
આ પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા હતા. મોઇન અલીએ 20 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. બેયરસ્ટોએ પણ 49 રન બનાવ્યા હતા.
 
ભારતીય બોલરો નિરાશ કર્યા,  મોહમ્મદ શમી, રાહુલ ચહલ અને ભુવનેશ્વર કુમારે 12 ઓવરમાં 134 રન લૂંટાવી દીધા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા અને તેને એક પણ સફળતા ન મળી. શમીને 3 વિકેટ મળી હતી.