મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (01:13 IST)

Asia Cup 2023 - શ્રીલંકા એશિયા કપ ફાઇનલમાં, 17મીએ ભારત સાથે ટકરાશે, છેલ્લા બોલ પર 2 રન બનાવીને પાકિસ્તાનને હરાવ્યું, અસલંકાએ અણનમ 49 રન બનાવ્યા હતા

sri lanka cricket team
ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ એશિયા કપ-2023ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે ગુરુવારે રાત્રે સુપર-4 મેચમાં પાકિસ્તાનને 2 વિકેટે હરાવ્યું હતું. ટીમ 11મી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. 17 સપ્ટેમ્બરે ટાઈટલ મેચમાં શ્રીલંકા ભારતનો સામનો કરશે.
 
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા પાકિસ્તાને 42 ઓવરમાં 7 વિકેટે 252 રન બનાવ્યા હતા. DLS પદ્ધતિ હેઠળ શ્રીલંકાને માત્ર 252 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. શ્રીલંકાએ 42 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
 
મેન્ડિસ-સમરાવિક્રમાએ સદીની ભાગીદારી કરી હતી
77 રન પર પથુમ નિસાન્કાની વિકેટ ગુમાવ્યા બાદ કુસલ મેન્ડિસે સદિરા સમરવિક્રમા સાથે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંનેએ ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. મેન્ડિસે પોતાની ફિફ્ટી પૂરી કરી અને ટીમનો સ્કોર 150 રનને પાર કરી ગયો. 30મી ઓવરમાં બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ જ ઓવરમાં સમરવિક્રમા 48 રન બનાવીને આઉટ થયો હતો અને બંને વચ્ચેની ભાગીદારી તૂટી ગઈ હતી. બંનેએ 98 બોલમાં 100 રનની ભાગીદારી કરી હતી.