શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 ડિસેમ્બર 2023 (11:44 IST)

Sreesanth vs Gambhir: ગંભીર અને શ્રીસંત બાઝયા: VIDEO

લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં લાઈવ મેચ દરમિયાન બે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે ઝપાઝપી થઈ હતી. બુધવારે, સુરતમાં આ લીગની એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સની ટીમો આમને-સામને હતી. ગંભીર કેપિટલનો કેપ્ટન છે જ્યારે શ્રીસંત ગુજરાતનો બોલર છે. આ મેચ દરમિયાન ગંભીર અને શ્રીસંત વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. આટલું જ નહીં, મેચ બાદ શ્રીસંતે X (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કરીને ગંભીર પર નિશાન સાધ્યું અને મોટા ખુલાસા કર્યા. શ્રીસંતનું કહેવું છે કે તે ગંભીરના કથિત ખરાબ વર્તનથી એટલો નારાજ હતો કે તેણે વીડિયો પોસ્ટ કરવો પડ્યો.
કેવી રીતે થયો ઝગડો ? 
 
ખરેખર, આ મેચ દરમિયાન ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કર્ક એડવર્ડ્સ અને ગંભીર ઈન્ડિયા કેપિટલ્સ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. 30 બોલમાં 51 રનની ઈનિંગમાં કેપિટલ્સના કેપ્ટન ગંભીરે શ્રીસંતને કેટલાક ચોગ્ગા ફટકાર્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે આ પછી શ્રીસંતે નિરાશામાં ગંભીર તરફ જોયું અને થોડા શબ્દો કહ્યા. જેના જવાબમાં ગંભીરે આ ફાસ્ટ બોલર સામે જોઈને ઈશારો કર્યો હતો. આ વિવાદ અહીં જ અટક્યો ન હતો. કેપિટલનો બેટ્સમેન આઉટ થયો હતો તે સમયે એક ચાહકે સ્ટેન્ડ પરથી રેકોર્ડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તે વિરામ દરમિયાન ગંભીર અને શ્રીસંત વચ્ચે ફરીથી શબ્દોની આપ-લે થઈ.
 
શ્રીસંતને બનાવવો પડ્યો વીડિયો 
ગંભીરે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તે પોતાની ટીમ માટે ટોપ સ્કોરર હતો. કેપિટલ્સે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 211 રન જ બનાવી શકી હતી. મેચ સમાપ્ત થયા પછી, જ્યારે કેપિટલ્સે જાયન્ટ્સને હરાવીને ક્વોલિફાયર 2 માં સ્થાન મેળવ્યું, ત્યારે શ્રીસંતે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે ગંભીરને નિશાન બનાવ્યો અને ગંભીર આરોપો લગાવ્યા.
 
શ્રીસંતે ગંભીર પર લગાવ્યા મોટા આરોપો  
શ્રીસંત આ વીડિયોમાં કહેતો સંભળાયો છે - હું મિસ્ટર ફાઈટર સાથે જે બન્યું તેના વિશે કંઈક સ્પષ્ટ કરવા માંગતો હતો. શ્રી ફાઇટર તેના તમામ સાથી ખેલાડીઓ સાથે કારણ વગર લડે છે. તે પોતાના વરિષ્ઠ ખેલાડીઓ અને વીરુ ભાઈ (વીરેન્દ્ર સેહવાગ) સહિત ઘણા લોકોનું સન્માન પણ નથી કરતો. બરાબર એવું જ થયું. કોઈપણ ઉશ્કેરણી વિના તે મને કંઈક કહેતો રહ્યો જે ખૂબ જ અસંસ્કારી હતી. ગૌતમ ગંભીરે આવું ક્યારેય ન બોલવું જોઈતું હતું.
 
શ્રીસંતે ગંભીર પર લગાવ્યા મોટા આરોપ 
 
શ્રીસંતે કહ્યું કે, ગંભીરે તેને મેચ દરમિયાન શું કહ્યું હતું તે તે જાહેર કરશે. તેણે કહ્યું કે આ શબ્દોથી તેને અને તેના પરિવારને દુઃખ થયું છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, 'તે મારી ભૂલ નથી. વહેલા-મોડા તમને ખ્યાલ આવશે કે તેણે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે અને ક્રિકેટના મેદાનમાં તેણે જે વાતો કહી છે તે સ્વીકાર્ય નથી. હુ  મારા પરિવાર સાથે ઘણું સહન કર્યું છે. તમારા સમર્થનથી હું એકલે હાથે એ યુદ્ધ લડ્યો છું. હવે કેટલાક લોકો મને કોઈ કારણ વગર અપમાનિત કરવા માંગે છે. તેણે એવી વાતો કહી જે તેણે ન કહેવું જોઈએ.