શેન વોર્નની છેલ્લી દર્દનાક 20 મિનિટ
વિશ્વના દિગ્ગજ સ્પિનરમાં સામેલ ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું નિધન થયુંઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે શેન વોર્નનું નિધન થયું છે. તેમની ઉંમર 52 વર્ષની હતી. શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાયો છે. શેન વોર્નના મૃત્યુના સમાચારથી ક્રિકેટ ચાહકોને હેરાન કરી દીધા છે. મળતી જાણકારી પ્રમાણે, શેન વોર્ન થાઈલેન્ડમાં હતા ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનું નિધન થયું હતું.
વોર્નના મેનેજમેન્ટે સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપી છે. શેન તેના થાઈલેન્ડ સ્થિત પ્રાઈવેટ વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં મૃત જોવા મળ્યા હતા અને તબીબો દ્વારા તમામ પ્રયત્ન વચ્ચે પણ તેમને પુનઃજીવિત કરી શકાયા ન હતા. તેવામાં રિપોર્ટ્સના આધારે શેન વોર્નની સાથે તેના 3 મિત્રો પણ હાજર રહ્યા હતા. જોકે પરિવારના સભ્યોએ અત્યારના સમયે ગોપનિયતાને ધ્યાનમાં રાખવા વિનંતી કરી છે અને આ અંગે ટૂંક સમયમાં માહિતી પૂરી પાડવાની ખાતરી આપી છે.
વિશ્વના દિગ્ગજ સ્પિનરમાં સામેલ ઓસ્ટ્રેલિયાના શેન વોર્નેનું નિધન થયું છે. આઈપીએલમાં તેઓએ પૂર્વ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સના મેન્ટર રહ્યા હતા. પોતાની કેપ્ટનશિપમાં રાજસ્થાનને એક વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું.